હિન્દી ભાષી શખ્સે ફોન કરી કહ્યું હતું કે, મરવું હોય તો મરી જજે પરંતુ પૈસા તો આપવા જ પડશે
ભગવતીપરા વિસ્તારમાં કોપરગ્રીન સોસાયટીમાં રહેતા દેવશંકરભાઈ રામજીભાઈ મહેતા નામના યુવાને ગઈ તા. 27-9-25ના ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના ભાઈ ભરતભાઈ (ઉ.વ.50) (રહે.શિવધામ સોસાયટી, કોઠારીયા રોડ)એ ત્રણ શખ્સો સામે તેના ભાઈ દેવશંકરભાઈને મકાન લોનના બદલે બીઝનેશ લોન અપાવી ઠગાઈ કરી, હપ્તાની ઉઘરાણી કરી ધમકી આપી મરવા મજબૂર કર્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ભરતભાઈની ફરિયાદ, પરથી સિદ્ધાર્થ ગોંડલીયા, સિદ્ધરાજ ગુજરીયા અને અજાણ્યા હિન્દીભાષી શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે દેવશંકરભાઈને મકાન લેવું હોવાથી ફાયનાન્સ કંપની શોધતા હતા ત્યારે તેનો સંપર્ક આરોપી સિદ્ધાર્થ સાથે થયો હતો. આરોપીએ હું ઓછા વ્યાજ દરે હાઉસિંગ લોન કરાવી આપીશ, તમારે કેટલાની જરૂૂરીયાત છે. કહેતા તેણે 35 લાખની લોનની જરૂૂરીયાત છે તેવો જવાબ આપતા આરોપીએ હું વિસ્તાર ફાયનાન્સ નામની પેઢીમાંથી લોન કરાવી આપીશ.પરંતુ તેના માટે જે મકાન ખરીદવાનું છે તે મકાન પર પ્રોપર્ટીનો વીમો લેવો પડશે તેમ કહેતાં દેવશંકરભાઈએ ભગવતીપરામાં કોપરગ્રીન સોસાયટીમાં જે મકાન ખરીદવાના હતા તેનો 20 લાખનો વિમો લીધો હતો. જેના આધારે 33 લાખની લોન મકાન ખરીદવા કરી અપાઈ હતી. નવેમ્બર-2024થી રૂૂા. 39527નું ઈન્સ્ટોલમેન્ટ દર માસની પાંચ તારીખથી શરૂૂ થયો હતો.
પરંતુ જે મહિને પાંચ તારીખે હપ્તો ના ભરાતો ત્યારે આ વિસ્તાર ફાઈનાન્સનો આરોપી સિદ્ધાર્થ તેના ઘરે જઈ 3 હજારની પેનલ્ટ વસુલતો હતો. તેમજ ધમકાવતો હતો. દેવશંકરભાઈએ લોનનું સ્ટેટમેન્ટ કઢાવતાં તેને હોમ લોનના બદલે બીઝનેશ લોન અપાઈ હોવાનું તેમજ લોન પેટે 15 ટકા ફિક્સ વ્યાજદર હોય રૂૂા. 46197નો હપ્તો ભર્યા બાદ પણ માત્ર 4999 મુડીમાંથી બાદ થતી હોવાથી તે છેતરાયા હોવાની લાગણી અનુભવતા હતા. એક દિવસ તેના મોટા ભાઈ ભરતભાઈ દેવશંકરભાઈના ઘરે જતાં ત્યાં ફાયનાન્સ પેઢીના બે શખ્સો ધમકાવી ગાળો આપતા હતા.આ શખ્સો વિશે તેને પુછતા આ વિસ્તાર ફાયનાન્સ વાળા છે.
આરોપી સિદ્ધાર્થ હપ્તો એક દિવસ મોડો ભરે તો ઘરે આવી 3 હજાર પેનલ્ટી લઈ, રસીદ આપતા ન હોવાનું જણાવ્યું હતું. સપ્ટેમ્બર-2025માં હપ્તો સમયસર નહીં ભરાતા ત્રીજા હિન્દી ભાષી આરોપીએ અવારનવાર કોલ કરી તમારે મરવું હોય તો મરી જાવ પરંતુ પૈસા તો ત્રણ વાગ્યા સુધીમાં ચુકવવા પડેશે. તેમ કહી ધમકાવતો હતો બાદમાં ત્રાસથી કંટાળી ગઈ તા. 27-9-25ના સ્યુસાઈડ નોટલખી ગળાફાંસો ખાઈ જીંજંદગી ટુંકાવી લીધી હતી.
