ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 125 ટકા અને પાણી વેરામાં 40 ટકાનો વધારો સૂચવાયો
ગત વર્ષની તુલનાએ નવા બજેટના કદમાં 477 કરોડનો વધારો, રિવાઇઝ બજેટ 2916 કરોડે પહોંચ્યું
મહાનગરપાલિકાનું 2026-27નું રૂા.3595.70 કરોડનું સુચીત બજેટ મ્યુનિ.કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. મહેસુલી અને મુડી ખર્ચેને પહોંચી વળવા માટે કમિશનર દ્વારા બજેટના કદમાં 477 કરોડનો વધારો કરી શહેરીજનો ઉપર 95 કરોડનો કરબોજ ઝીકવામાં આવ્યો છે. પાણીવેરામાં 40% જેટલો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં 125% જેટલો તોતીંગ વધારો સુચવવામાં આવ્યો છે. જયારે આવાસ, ફાયર, આઇટી, સોલીડ વેસ્ટ, રમત ગમત, બાગ બગીચા, વોટર વર્કસ સહિતના નવા કામો માટે વધુ ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા આજરોજ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. 95 કરોડના કરબોજ સાથેના બજેટમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને પાણી વેરો સુચવવામાં આવ્યો છે. તેમજ જમીન વેંચાણ, ટીપી અને એફએસના લક્ષ્યાંકમાં વધારો કરી મુડી ખર્ચ અને મહેસુલી ખર્ચ સરભર કરવાનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષે રૂા.3118 કરોડના બજેટ સામે મામુલી 470 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જયારે ગત વર્ષની તુલનાએ રિવાઇઝ બજેટનો આંકડો 2916 કરોડે પહોંચી ગયો છે.
તંત્રએ આ વખતે પણ પાણી વેરામાં વધારો ઝીંકવાની ફરજ પડી છે. ગત વર્ષે 125 કરોડ પાણીના ખર્ચ સામે ચાલુ વર્ષે 211 કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો હોય નળ કનેકશન અને પાણી ચાર્જમાં વધારો સુચવવામાં આવ્યો છે. બજેટમાં આ વખતે વેરા વળતર યોજનાની જોગવાઇ કરવામાં આવી છે. તેવી જ રીતે વ્યવસાય વેરા અને થીએટર અને એન્વાયરમેઇન ચાર્જમાં વધુ આવક અંદાજવામાં આવી છે. ભૌતિક તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં સ્પોર્ટસ ઇન્ફ્રાકચર ડેવલોપમેન્ટ, ફાયર સ્ટેશન, રસ્તાના કામોમાં વધુ ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.
બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ 46439.28 કરોડના નવા આવાસો બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ જાહેર પરીવહન સેવા માટે પે એન્ડ પાર્ક, ટ્રાફિક સીગ્નલના કામો તથા સાયકાલ પ્રમોશન પ્રોજેકટ તથા થર્મોપ્લાસ્ટ માકીંગ રોડ ફર્નિચરો સહિતના કામો માટે વધુ ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય સેવા અંતર્ગત માતૃવંદના યોજના, જન્મ-મરણ અને લગ્ન નોંધણી, રસી કરણ દીકરી યોજના, આંગણવાડી સહિતના પ્રોજેક્ટમાં વધારો કરી વધુમાં વધુ લોકોને લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે.
મનપાના ગત વર્ષના બજેટમાં પાણી વેરો અને મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ચૂંટણી વર્ષના કારણે શાસકો દ્વારા કરબોજ ફગાવવામાં આવે તેવી શકયતા હોવા છતા મુળી ખર્ચ અને મહેસુલી ખર્ચ સરભર કરવા માટે તેમજ ગાર્બેજ કલેકશન અને પાણી વિતરણમાં થતી નુકસાની ઓછી કરવા માટે તેમજ મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ થતા ક્ષેત્રફળ 127.21 ચોરસ કિલોમીટરથી વધીને કુલ 161.86 ચોરસ કિલોમીટર થતા પીવાનુ પાણી, ભર્ગભ ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઇ, સ્વચ્છતા રોડ રસ્તા, સામાજિક સુખ સુવિધાઓ અને રચનાત્ક પ્રવિતીઓની સુવિધાઓ વધારવા માટે કમિશનર દ્વારા વધારો સુચવામાં આવ્યો છે. છતા સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા બજેટનો અભ્યાસ કર્યા બાદ કમિશનર દ્વારા સુચવામાં આવેલ કરબોજ રદ કરવામાં આવે અને નવા પ્રોજેકટનો ઉમેરો કરી બજેટનુ કદ વધારવામાં આવે તેવી સંભાવના જોવાઇ રહી છે.
પાણીમાં 49 કરોડ, ગાર્બેજ કલેકશનમાં 46 કરોડનો બોજો લાદવા દરખાસ્ત
મનપાના નવા બજેટમાં પાણી અને ગાર્બેજ કલેકશનમાં વધારો સુચવવામાં આવ્યો છે. ગત વર્ષે પાણી વિતરણનો ખર્ચ 125 કરોડ થયેલ જેની સામે આ વર્ષે ખર્ચ 211 કરોડ અંદાજવામાં આવતા અડધા ઇંચના રહેણાક કનેકશન માટે હાલમાં લેવાતા વાર્ષિક રૂા.1500ના બદલે હવે રૂા.2400 વસુલવામાં આવશે. તેવી જ રીતે કોમર્શિયલમાં હાલમાં લેવાતા રૂા.3000 વાર્ષિકના બદલે હવે રૂા.4800 વસુલામાં આવશે. તેવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની સેવામાં હાલમાં રહેણાક મિલકતોમાંથી વાર્ષિક રૂા.365 વસુલવામાં આવે છે. તેની જગ્યાએ રૂા.800 વસુલવામાં આવશે. જયારે કોમર્શિયલ મિલકતોમાંથી વસુલવામાં આવતા વાર્ષિક રૂા.1460ના સ્થાને રૂા.3200 વસુલવામાં આવશે. જેના લીધે મહાનગરપાલિકાની પાણી વેરામાંથી 49 કરોડની વધારાના આવક અને ગાર્બેજ કલેકશનમાંથી રૂા.46 કરોડની વધુ આવક થશે.
કોર્પોરેશન ઉપર 323.27 કરોડનુ દેણું
કોર્પોરેશન ઉપર સરકારના અલગ અલગ વિભાગનુ રૂા.32327.72 લાખનું દેણું આજ સુધી ચડત થયુ છે. જેમાં જીએડીએમની લોન 69.38 લાખ તેમજ કેન્દ્ર સરકારની લોન અને બોન્ડ પેટે 300 કરોડ તથા વિશ્ર્વબેંકના 543લાખ 1986 અને 87ની અછત વખતે પાણીના ચુકાવવાના બાકી 1715.34 લાખ સહિત કોર્પોરેશન ઉપર 32327.72 કરોડનું દેણુ આજે પણ યથાવત છે. જે પૈકી રૂા.1715.34નુ દેણુ વિવાદમાં હોય આ રકમને ગ્રાન્ટ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અગત્યના પ્રોજેક્ટમાં ફાળવણી
પ્રોજેકટ ખર્ચ
પ્રધાનમંત્રી આવાસ યોજનના નવા 3170 આવાસ – 46449 લાખ
50 મી.ઉંચાઇનું ટર્નટેબલ લેડર – 200 લાખ
ડાયલ 112 ખર્ચ – 800 લાખ
આઇવે પ્રોજેકટ 2.0 ખર્ચ – 3700 લાખ
3ડી જીઆઇએસ ઇમેજ અપડેસ – 3000 લાખ
ઇમીડિયા કેર – 5 લાખ
નાકરાવાડી સાઇટ ખાતે પ્રોસેસિંગ કામ – 1991 લાખ
આયકોનીક સ્કલ્પચર બનાવવાનુ કામ – 144 લાખ
10 નંગ સ્વીપીંગ મશીન – 1 હજાર લાખ
ગ્લોગાર્ડન – 6 લાખ
સફારી પાર્ક એન્ટ્રન્સ પ્લાઝા – 200 લાખ
સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ – 300 લાખ
સેન્ટ્રલ એલઇડી લાઇટીંગ – 300 લાખ
સીવર લાઇન કલીનીગ જેટીંગ મશીન – 250 લાખ
600 મીટર પાઇપ લાઇન કામ – 300 લાખ
500 મીટર ડીઆઇ લાઇન – 100 લાખ
ડ્રેનેજ પ્રોજેકટ એમપીએસ લાઇન – 100 લાખ
વેક્યુમ સર્કિટ બ્રેકર – 125 લાખ
પમ્પીંગ સ્ટેશન કમપાઉન્ડ હોલ – 180 લાખ
આજીડેમ 75 એમએલડી ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ – 5632 લાખ
711 મીમી કોટેડ પાઇપ લાઇન નાખવાનુ કામ – 700 લાખ
કુલ ખર્ચ 655.66 કરોડ
