રાધેશ્યામ સોસાયટીમાં એક બહેનના એકના એક ભાઇનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનુ પ્રમાણ વધી રહયુ છે ત્યારે શહેરમા રાધેશ્યામ સોસાયટીમા રહેતા એક બહેનનાં એકનાં એક ભાઇનુ હાર્ટ એટેકથી મોત નીપજતા પરીવારમા…

રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનુ પ્રમાણ વધી રહયુ છે ત્યારે શહેરમા રાધેશ્યામ સોસાયટીમા રહેતા એક બહેનનાં એકનાં એક ભાઇનુ હાર્ટ એટેકથી મોત નીપજતા પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર બ્રહમાણી હોલ પાસે રાધેશ્યામ સોસાયટીમા રહેતો અક્ષય રમેશભાઇ સખીયા (ઉ.વ. ર9) નામનો યુવાન ગઇકાલે બપોરે પોતાનાં ઘરે હતો ત્યારે ઉલટી થયા બાદ છાતીમા દુખાવો ઉપડતા તેને ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. જયાથી તબીયત વધુ બગડતા ક્રાઇસ્ટ હોસ્પીટલમા રીફક કરાયો હતો. જયા ચાલુ સારવાર દરમિયાન આજે સવારે તેનુ મોત નીપજયુ હતુ.

પ્રાથમીક તપાસમા મૃતક એક બહેનનો એકનો એક ભાઇ હતો અને ખાનગી હોસ્પીટલમા નોકરી કરતો હતો તેને સંતાનમા એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. પરીવારજનો દ્વારા હાર્ટ એટેક આવી ગયાનુ જણાવ્યુ હતુ. યુવાન પુત્રનાં મોતથી પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *