રૈયાધારે ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપવા મામલે બઘડાટી, યુવાન ઘવાયો

એક લારીવાળાએ બીજાને માર માર્યો : પોલીસમાં ફરિયાદ રૈયાધાર મફતીયાપરામા ડુંગળી સસ્તા ભાવે વેંચવા મામલે એક લારીવાળાએ બીજાને માર મારતા ચાર શખ્સો સામે ફરીયાદ નોંધવામા…

એક લારીવાળાએ બીજાને માર માર્યો : પોલીસમાં ફરિયાદ

રૈયાધાર મફતીયાપરામા ડુંગળી સસ્તા ભાવે વેંચવા મામલે એક લારીવાળાએ બીજાને માર મારતા ચાર શખ્સો સામે ફરીયાદ નોંધવામા આવી છે. વધુ વિગતો અનુસાર રૈયાધાર મફતીયાપરામા રહેતા સાગર રાયધનભાઇ દેલવાણીયા (ઉ.વ. રર) એ ફરીયાદમા વિજયભાઇ અરવિંદભાઇ હળવદીયા, ગોપાલ હળવદીયા, મનોજ હળવદીયા અને સંજયભાઇ હળવદીયાનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામા આવ્યો છે.

સાગરભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ તેમના ભાઇ સાથે ડુંગળીનો ધંધો કરે છે. ત્યારે તેમના ભાઇએ એક ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપી દેતા તેની સાથે વિજય બોલાચાલી કરવા લાગ્યો હતો અને ડુંગળી વેચવા મામલે માથાકુટ કરી હતી આ મામલે પોલીસમા અરજી કરી હતી. ત્યારબાદ રાત્રીનાં સમયે ફરી વિજય સહીત ચાર શખ્સોએ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યા હતો આ મામલે યુનિવસીટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *