પાકિસ્તાન ક્રિકેટને લપડાક વિદેશી કોચ નોફકેની ગુડબાય

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ છેલ્લા થોડા વર્ષ દરમ્યાન કોચિંગ-સ્ટાફમાં 11 વખત ફેરફાર કર્યા છે અને હેડ-કોચ સરફરાઝ અહમદ તથા બોલિંગ-કોચ ઉમર ગુલની હકાલપટ્ટી એના લેટેસ્ટ…

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ છેલ્લા થોડા વર્ષ દરમ્યાન કોચિંગ-સ્ટાફમાં 11 વખત ફેરફાર કર્યા છે અને હેડ-કોચ સરફરાઝ અહમદ તથા બોલિંગ-કોચ ઉમર ગુલની હકાલપટ્ટી એના લેટેસ્ટ ઉદાહરણો છે, પરંતુ બોલિંગ-કોચ ઍશ્ર્લી નોફ્કે એ પીસીબીને ગુડ બાય કરીને એને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. થોડા મહિના પહેલાં ઑસ્ટ્રેલિયાના જ જેસન ગિલેસ્પીએ હેડ-કોચ બન્યા બાદ પીસીબીના અવ્યવહારું વર્તનને લીધે પાકિસ્તાનની ટીમ છોડી દીધી હતી.

બોલિંગ-કોચ નોફ્કેએ પાકિસ્તાન ક્રિકેટ ટીમને છોડીને નેધરલેન્ડ્સની ટીમ સાથે હાથ મિલાવ્યા છે. તાજેતરમાં જ ઉમર ગુલની જગ્યાએ પીસીબીએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી નોફ્કેને મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યો હતો, પરંતુ નોફ્કેએ જાહેર કર્યું છે કે તે એશિયન ગેમ્સ પછી પાકિસ્તાનની ટીમને છોડી દેશે. પીસીબીએ તેની સાથે જૂન, 2027 સુધીનો કોન્ટ્રેક્ટ કર્યો હતો, પણ તેણે નવ મહિના પહેલાં જ કરારનો ત્યાગ કર્યો છે. તે 2025ની સાલમાં પીસીબી સાથે જોડાયો હતો.

નોફ્કેએ નેધરલેન્ડ્સની ટીમ સાથે બે વર્ષનો કરાર કર્યેા છે. ડચ ક્રિકેટ બોર્ડ તરફથી સોશ્યલ મીડિયામાં નોફ્કેને ટાંકીને કહેવામાં આવ્યું હતું, ‘હું ડચની મેન્સ ટીમ સાથે કામ કરવા ખૂબ ઉત્સુક છું. ટી-20 વર્લ્ડ કપમાં આ ટીમ નિયમિત રીતે ક્વોલિફાય થઈ રહી છે. આ ટીમ ખૂબ ટેલન્ટેડ અને મોટિવેટ થયેલી ટીમ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *