ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલો

પરબત ગોજિયા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડ્યા જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા…

પરબત ગોજિયા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડ્યા

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વેજાણંદભાઈ ઉર્ફે હરદાસભાઇ કાનાભાઈ કંડોરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ ગઈકાલે સાંજે પોતાના ઘેર બેઠા હતા, જે દરમિયાન તેના ઘરનો દરવાજે ખખડાવ્યો હતો. તેથી તેઓએ દરવાજો ખોલતાં ઘરની બહાર પરબતભાઈ કાનાભાઈ ગોજિયા તેમજ અન્ય એક સફેદ શર્ટ વાળો તથા એક કાળા કલરના શર્ટ વાળો તેમજ એક રીક્ષા વાળો વગેરે ઉભા હતા.

જેઓએ લાકડાના ધોકા વડે પોતાના ઉપર હુમલો કરી દઈ તમામ શખ્સો રિક્ષામાં બેસીને નાસી છૂટ્યા હતા. આથી તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

ત્યાર બાદ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પરબત ગોજીયા સહિત ચારેય શખ્સો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *