શહેરમાં દૂધસાગર રોડ પર એજે સ્ટીલ સામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી સગીરા પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ સંસ્કાર વગરની છો તેમ કહી ગાળો ભાંડી હતી. જે અંગે સગીરાને માઠું લાગતા ફીનાઈલ પી લીધુ હતું. સગીરાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં દૂધસાગર રોડ પર આવેલ એજે સ્ટીલ સામે રહેતી પરિતાબેન હિરેનભાઈ રાઠોડ નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે જાણ થતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પરીતાબેન રાઠોડ બે બહેનમાં નાની છે અને ધોરણ 10માં અભ્યાસ કરે છે પરિતાબેન પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ પરીતાબેન રાઠોડને તુ સંસ્કાર વગરની છો તેમ કહી ગાળો ભાંડી હતી જે અંગે પરિતાબેનની માતા ઠપકો આપવા જતા તમારી છોકરીમાં સંસ્કાર નથી તેમ કહી તેણીની માતાને પણ ગાળો ભાંડી હતી જેથી માતાએ પુત્રીને ઝઘડો થવાની બીકે ઘર અંદર જવાનું કહ્યું હતું પાડોશી યુવતીઓએ સંસ્કાર વગરની કહી ગાળો ભાંડતા પરિતાબેન રાઠોડને માઠું લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
