Connect with us

ગુજરાત

ધારીમાં ગરબા રમતા યુવકને હાર્ટએટેક આવતા ઢળી પડયો: મોત

Published

on

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, પરિવારમાં શોક છવાયો


ધારી ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગરબા રમી રહેલા ધારીના યુવક જાગૃત ગુર્જર (ઉ.વ.37) ને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી ગરબામાં હાજર સૌ લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં પહોંચતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


મૃતક યુવક છેલ્લા 10 વર્ષ ગરબાની પ્રેક્ટિસ કરાવતો હતો અને ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીકે પણ નોકરી કરતો હતો. આટલી નાની વયે હાર્ટ એટેક આવતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આ ઘટનાથી સૌ અચંબિત થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ થોડા દિવસો અગાઉ પુણેમાં ગરબા કિંગ તરીકે ઓળખાતા પ્રખ્યાત ગરબા ડાન્સર અશોક માળીનું તેના પુત્ર સાથે ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનાને લીધે આનંદનું વાતાવરણ શોકમાં પલટાઈ ગયું હતું. માળીને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોકટરોએ તેને મૃત ઘોષિત કરાયા હતા.

ગુજરાત

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

Published

on

By


રાજકોટ નજીક જીયાણા ગામની સીમમાં એક વાડીના કુવામાંથી બે દિવસની નવજાત બાળકીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વાડીમાલીકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી બાળકીને કુવામાં ફેકી જનારની શોધખોળ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે બાળકીને કુવામાં ફેંકી દીધાનું પોલીસ માની રહી છે.


મળતી વિગતો મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ લીંબાસિયાની વાડીના કુવામાં એક બાળકની લાશ તરતી હોવાની જાણ શૈલેષભાઈએ જીયાણા ગામના સરપંચ જયસુખભાઈ મનસુખભાઈ મેટાણીને કરતા જયસુખભાઈએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ જીયાણા ગામે દોડી ગયો હતો. શૈલેષભાઈ લિંબાસિયાની વાડીના કુવામાં પડેલી લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લાશ બે દિવસની બાળકીની છે. નવજાત બે દિવસની માસુમ બાળકીને કુવામાં ફેંકી દેનાર અને તેની માતા બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કુવામાં ફેંકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ મામલે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બે દિવસની માસુમને મોતના મુખમાં ધકેલી દેનાર તે કઠોર જનેતા બાબતે પણ પોલીસે આસપાસના ગામમાં તપાસ શરૂ કરી છે. જીયાણા ગામના શેલૈષભાઈ ખોડાભાઈની વાડીના કુવામાં આ બાળકીની લાશ મળી હોય ત્યાં આસપાસ વાડી વિસ્તારમાં રહેતા મજુરોની પૂછપરછ કરી તેમજ જીયાણા ગામના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

Published

on

By

દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ


રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે સગા ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ર્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને ભાગી ગયા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાબનાન દાદપુર તાલુકાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં આશિષભાઈએ જણાવ્યા મુજબ તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભદાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં.


સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતાં. તે દરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભદાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ભાગી ગયા હોય રૂા. 2.56.12.932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયેલા આ બન્ને ભાઈઓ વિરુદ્ધ આશિષભાઈએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ દ્વારા કારીગરોનું વેરિફીકેશન છતાં ચોરી અને છેતરપિંડીના બનાવો વધ્યા
સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો કે, જેઓ પશ્ર્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના વતની હોય તેનું વેરીફીકેશન ફરજિયાત બનાવવમાં આવ્યું છે. અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સોની બજારમાં કામ કરતા કારીગરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા માટે આદેશ કરાયો હોય અને આ જાહેરનામાનો ભંગ કરનાર 100થી વધુ સોની વેપારીઓ સામે પોલીસે ગુના નોંધ્યા હોવા છતાં ચોરી અને છેતરપીંડીના બનાવો અટક્યા નથી અને દિવાળી નજીક આવતા જ સોનીબજારના વેપારીઓ સાથે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે. પોલીસ દ્વારા રૂા. 2.56 કરોડનું સોનું લઈને ભાગી છુટેલા બન્ને ભાઈઓ ગૌરાંગોદાસ અને સૌરભદાસના મુળ વતન પશ્ર્ચિમ બંગાળના ઘર અને પરિવારની માહિતી હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Continue Reading

ગુજરાત

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

Published

on

By

બોટાદ પાસે પાળિયાદ રોડ ઉપર બનેલી ઘટના: પ્રૌઢે રાજકોટ સારવારમાં દમ તોડયો

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં બોટાદમાં રહેતા પ્રૌઢ માતાના મઢે દર્શને જતા હતા ત્યારે અજાણ્યા ટેમ્પો ચાલાકે પદયાત્રી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બોટાદમાં પાળીયાદ રોડ ઉપર રહેતા શાંતુભાઇ મનુભાઈ ખાચર નામના 46 વર્ષના પ્રૌઢ બોટાદ પાળીયાદ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટેમ્પોના ચાલાકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શાંતુભાઈ ખાચરને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારગત કારગત નિવડે તે પૂર્વે જ શાંતુભાઈ ખાચરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

આ ઘટના અંગે બોટાદ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક શાંતુભાઈ ખાચર માતાના મઢે ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે પદયાત્રી શાંતુભાઈ ખાચરને અજાણ્યા ટેમ્પો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટેમ્પો ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Continue Reading
ગુજરાત19 seconds ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ4 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત5 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

ક્રાઇમ6 mins ago

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

ગુજરાત7 mins ago

તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા

ક્રાઇમ9 mins ago

હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો

ગુજરાત11 mins ago

ખંભાળિયામાં કારમાં ગરબા વગાડતા જતા યુવાન પર હુમલો, મારી નાખવાની ધમકી

ગુજરાત12 mins ago

ઉપલેટાના નિલાખા ગામે વેણુ નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

ગુજરાત15 mins ago

ખંભાળિયામાં ઝેરી મેલેરિયાનો નવો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

ગુજરાત16 mins ago

ઓખામાં લગ્ન પૂર્વના પ્રેમીની પજવણીથી ત્રાસેલી મહિલાનો ગળેફાંસો ખાઇ આપઘાત

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

Trending