Sports
વિનેશ ફોગટ પરત ફરી વતન,દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેણીએ સીએએસમાં આની સામે અપીલ કરી હતી અને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી, પરંતુ ત્યાં પણ નિર્ણય વિનેશની વિરુદ્ધ ગયો હતો.
થોડા દિવસો પહેલા જ્યારે આખો દેશ ભાવુક હતો ત્યારે ભાગ્યે જ કોઈએ વિનેશ ફોગાટની હાલત જોઈ હશે. પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ દેશમાં દરેક વ્યક્તિ નિરાશ અને દુઃખી હતા. વિનેશ પણ ત્યાં હશે પણ તેના આંસુ કોઈ જોઈ શક્યું નહીં. માત્ર એ જ ચહેરો દેખાતો હતો, જેના પર નિરાશા છતા સહેજ સ્મિત હતું. હવે આખા દેશે આખરે વિનેશના આંસુ જોયા છે. 17 ઓગસ્ટ, શનિવારે સવારે 10:45 વાગ્યે, નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર જ્યારે સ્ટાર રેસલર વિનેશ ફોગટ એરપોર્ટની બહાર આવી ત્યારે સમગ્ર વાતાવરણ ઈમોશનલ થઈ ગયું હતું. તેણીનું ભવ્ય સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ વિનેશે તેના પ્રિયજનોને જોઈને આંસુ વહાવ્યા તો અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા.
માત્ર 10 દિવસ પહેલા પેરિસ ઓલિમ્પિકમાં નિરાશા અને પછી આગામી એક સપ્તાહ સુધી લડાયેલા યુદ્ધમાં વિનેશ ફોગાટ સહિત સમગ્ર દેશને હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને માત્ર ફાઈનલમાં જ નહીં પરંતુ સમગ્ર ઈવેન્ટમાંથી પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. રમતગમતની સૌથી મોટી અદાલત CAS એ પણ આ વિચિત્ર નિયમોનો સ્વીકાર કર્યો અને વિનેશની અપીલને ફગાવી દીધી અને તે સિલ્વર મેડલ ચૂકી ગઈ. આમ છતાં, વિનેશના સ્વદેશ પરત ફરવા પર તેના સ્વાગતની તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી હતી.
માતા અને મિત્રોને મળ્યા બાદ વિનેશ રડી પડી હતી
પેરિસથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશે ભાગ્યે જ આની અપેક્ષા રાખી હશે પરંતુ એરપોર્ટની બહાર તેના પરિવારજનો, તેના મિત્રો, તેના ગ્રામજનો અને તેના ચાહકોની ભારે ભીડ હતી. આ સાથે રોહતકના કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા પણ પહોંચ્યા હતા, જેઓ વિનેશને એરપોર્ટથી બહાર લાવ્યા હતા. પહેલાથી જ વિનેશ ફોગાટના નામ પર નારા લગાવવામાં આવી રહ્યા હતા અને ઢોલ વગાડવામાં આવી રહ્યા હતા, પરંતુ વિનેશ બહાર આવતા જ આ અવાજ વધુ મોટો થઈ ગયો.
પછી વિનેશે તેના સ્ટ્રગલ પાર્ટનર્સ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકને જોયા, જેઓ તેને આવકારવા માટે પહેલેથી જ હાજર હતા, તેણીએ તેમને ગળે લગાવ્યા અને ખૂબ રડવા લાગી. વિનેશની માતા પણ ત્યાં હતી અને તેણે પોતાની વહાલી દીકરીનો ચહેરો હાથમાં લઈને તેને ચુંબન કર્યું અને તે પણ રડવા લાગી. આ તે ક્ષણ હતી જ્યારે ઉજવણી અને ઢોલ-નગારા અને નારાઓના ઘોંઘાટ વચ્ચે, એક મૌન અનુભવવા લાગ્યું કારણ કે સમગ્ર વાતાવરણ ખૂબ જ લાગણીશીલ બની ગયું હતું. સાક્ષીની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ, જ્યારે બજરંગે કોઈક રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી.
કાફલો ગામ જવા રવાના થયો
વિનેશ લાંબા સમય સુધી રડતી રહી અને પછી તેને મર્સિડીઝ જી-વેગનમાં બેસાડવામાં આવી અને અહીં તેના આંસુ આખા દેશે જોયા. થોડીવારમાં વિનેશના નામના નારાઓ હવામાં ગુંજી ઉઠ્યા અને સ્ટાર રેસલરે પણ હાથ જોડીને સૌનો આભાર માન્યો. કેટલાક તેમાં સફળ થયા અને પછી ધીમે ધીમે આ કાર આગળ વધવા લાગી, જેમાં સાક્ષી, બજરંગ અને હુડ્ડા પણ તેમની સાથે હતા અને તેમનો કાફલો ગામ તરફ જવા લાગ્યો.
Sports
અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા
આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
Sports
સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ
ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ