Connect with us

અમરેલી

તુલસીશ્યામના જંગલમાં શિયાળને અજગર ગળી ગયો

Published

on

જંગલ વિભાગ દ્વારા રેસ્કયૂ કરાયું

અમરેલી જિલ્લામાં ચોમાસામાં અજગર નીકળવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે જંગલ વિસ્તાર છોડી અજગરો રેવન્યુ વિસ્તાર અને ખેડૂતોના વિસ્તારમાં વધુ પડતા બહાર આવી રહ્યા છે તે જોખમી સાબિત થાય છે તુલસીશ્યામ ખાંભા રેન્જમાં પીપળવા રાઉન્ડના નાની ધારી ગામ નજીક આવેલ પ્રદીપભાઈ વાળાની વાડીમાં મહાકકાય અજગર આવતા શિયાળને દબોચી લીધા બાદ થોડીવાર શિયાળએ રાડા રાડ કરી અંતે અજગર આખું શિયાળ ગળી જતા જીવ છોડ્યો હતો.

સ્થાનિક ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાઠકની ટિમ દોડી રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી છે.ખાંભા સહીત જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમ વિસ્તારમાં અજગરોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે ખેડૂતો મજૂરો વાડી વિસ્તારમાં કામ કરતા ભય અનુભવતા હોય છે વન્યપ્રાણી સિંહો દીપડા બાદ હવે ચોમાસાની ઋતુમાં અજગરો વધુ રેવન્યુ વિસ્તારમાં વસવાટ સાથે અવર જ્વર કરી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતા જનક બની શકે છે.

અમરેલી

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

Published

on

By

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર મહુવા તરફથી ફોરવિલ કાર પસાર થતી વખતે સામેથી બાઇક સવાર આવતા બંને સવારને ફોરવિલ કાર ચાલકે ઉલાળયા નીચે સર્વિસ રોડ ઉપર 50 ફૂટ નીચે પટકાતા બંનેના કમકમાટી ભર્યા મોત થયા ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલ્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા ઘટના સ્થળે રાજુલા પોલીસ દોડી તપાસ હાથ ઉપરાંત નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત થતા વાહન ચાલકો ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો અકસ્માતમાં ફોરવિલ કાર ચાલક ફરાર થયા હતા રાજુલા પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મૃતક યુપી અને અને બંગાળ રાજ્યના રેહવાસી મૃતક દિપકકુમાર ગુપ્તા ઉંમર 29 યુપી રાજય,કૃષ્ણનંદ બાગ ઉંમર 27 વેસ્ટ બંગાળ રાજ્યના રેહવાસી બંનેના ઘટનાના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે મૃતકો સ્થાનિક નેશનલ હાઇવેમાં કામ કરતી ખાનગી કંપનીમાં કામ કરતા હતા હોસ્પિટલમાં ખસેડતા ખાનગી કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા.

Continue Reading

અમરેલી

ઈકોસેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની વહારે આવતા પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી

Published

on

By

માણસને સ્વબચાવનો અધિકાર છે, શું ખેડુતો, મજુરો જંગલી પ્રાણીની હત્યા કરે છે? વન્ય પ્રાણીઓએ કેટલા માણસોનો ભોગ લીધો? સંઘાણી

અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો દિલીપ સંઘાણીને મળ્યા હતા. જે મોટુ સંમેલન કરવાના છે.
વનવિભાગ કે અન્ય લોકો ખેડૂતોને ડરાવા માંગતા હોય, જેલમાં પુરી દેવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની કલમ 93,104,103,માં જોગવાઈ છે. માણસને જાન માલ મિલકત જોખમ હોય છે, ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો તે સ્વબચાવ અધિકાર આપ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર કામ કરતા પર વન્યપ્રાણી હુમલો કરે જાન લે ત્યારે મારે જંગલી પુશું બચાવનાર વ્યક્તિઓને મારે પૂછવું છે.


છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજદૂરો ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીની હત્યાઓ થઇ? કેટલાને નુકસાન થયું છે?..દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.


ઇકોઝોન મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.

Continue Reading

અમરેલી

વનવિભાગ ખેડૂતોને ડરાવવાની વાતો કરે તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ

Published

on

By

અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે મને ગઇકાલે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો મને મળ્યા હતા અને તેઓ મોટુ સંમલેન કરવાના છે. હું કહીશ કે, વન વિભાગ ખેડૂતોને ડરાવવા માંગતા હોય, જેલમાં પુરવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.


ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.

Continue Reading
રાષ્ટ્રીય20 mins ago

‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાનની હાલત’, મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ, 5 કરોડ રૂપિયા પણ માંગ્યા

રાષ્ટ્રીય15 hours ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય15 hours ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય16 hours ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports16 hours ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત16 hours ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત16 hours ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત16 hours ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય16 hours ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય16 hours ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

ક્રાઇમ21 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય18 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

આંતરરાષ્ટ્રીય2 days ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય2 days ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત2 days ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત2 days ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત2 days ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત2 days ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત2 days ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ગુજરાત2 days ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending