સ્કૂટરમાંથી 20 કિલો ચાંદીનું બાચકું પડી ગયું

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વેપારીની રસ્તામાં પડી ગયેલી રૂૂ. 32,00,000/- ની કિંમતની 20.060 કિલોગ્રામ શુદ્ધ ચાંદી ગણતરીના દિવસોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં…

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વેપારીની રસ્તામાં પડી ગયેલી રૂૂ. 32,00,000/- ની કિંમતની 20.060 કિલોગ્રામ શુદ્ધ ચાંદી ગણતરીના દિવસોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે સંતકબીર રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ગત તા. 23/11 ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના સુમારે રાજકોટમાં રહેતા વેપારી પ્રશાંતભાઈ ઉત્તમભાઈ મેટકરી સોની બજાર ખાતે ગઢની રાંગ પાસે આવેલી સાંઈબાબા રીફાઈનરી માંથી શુદ્ધ ચાંદીના ઝીણા દાણા (ફાઈન ચાંદી) ખરીદીને નીકળ્યા હતા. તેઓ 20-20 કિલોગ્રામના ત્રણ અલગ-અલગ પ્લાસ્ટિકના બાચકામાં કુલ 60 કિલોગ્રામ ચાંદી પોતાના એક્ટિવા મોટરસાયકલના આગળના પગના ભાગે મૂકીને લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન મુસાફરી સમયે એક્ટિવામાંથી 20 કિલોગ્રામ શુદ્ધ ચાંદી ભરેલું એક બાચકું, જેની અંદાજિત કિંમત રૂૂ. 32 લાખ થાય છે, તે રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. આ અંગે વેપારી દ્વારા રાજકોટ શહેર ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવવામાં આવી હતી.

આ સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂૂ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ તેમજ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા અને કિશનભાઈ પાંભરે રૂૂટ પરના અસંખ્ય સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ગઢીયાનગર-03, શેરી નં. 6, સંતકબીર રોડ ખાતે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રાજેશભાઈ મોહનભાઈ રાઠોડ (ઉં.વ. 45) પાસેથી શંકાસ્પદ હાલતમાં આ શુદ્ધ ચાંદીનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે 99.90 ટચની 20.060 કિલોગ્રામ શુદ્ધ ચાંદી (કિંમત રૂૂ. 32,00,000/-) તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *