ગુજરાતની જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘આપ’ મેદાને, 60 દિવસમાં 2000 સભા કરશે

રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ…

રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે. જનતાના વિવિધ મુદ્દાઓને લઈ આગામી 60 દિવસમાં 2,000થી વધુ સભા કરશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પહેલી ઓગસ્ટથી આમ આદમી પાર્ટી (આપ)નું પ્રદેશથી લઈને બુથ લેવલનું સંગઠન નગુજરાત જોડો અભિયાનથમાં જોડાશે. અગાઉ દેશમાં કોંગ્રેસે ભારત જોડો અભિયાન શરુ કર્યું હતું એના પગલે પગલે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રયોગ કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પહેલી ઓગસ્ટથી જિલ્લા પંચાયત, નગરપાલિકાથી લઈને વોર્ડ સુધી મીટિગનું આયોજન થશે પ્રદેશથી લઈને બુથ લેવલનું સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે. ખેડૂતો અને પશુપાલકોના ભાવના મુદ્દા સહિત સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માંગતા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. તેમણે લોકોને ગુજરાત સરકારના ભ્રષ્ટ અને તાનાશાહી સિસ્ટમ સહિત ગુંડાગર્દીથી પરેશાન લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા અમારી અપીલ કરી હતી.

પહેલી ઓગસ્ટથી પ્રદેશના હોદ્દેદારો, લોકસભા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના તમામ નેતાઓ આગામી બે મહિના સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વોર્ડની મીટીંગો કરશે અને સમગ્ર ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ કરશે સમગ્ર ગુજરાતમાં કુલ 2000 જેટલી સભાઓ કરવામાં આવશે. સાથે સાથે જે લોકોના પ્રશ્નો છે જેમ કે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા અને જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને પણ આ સભામાં ઉઠાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક આહવાન કર્યું હતું કે વધુમાં વધુ યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય કારણકે ભાજપ અને કોંગ્રેસ યુવાઓને તક નહીં આપે, માટે અમે ઈચ્છીએ છીએ કે જે લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માંગતા હોય તેવા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *