રિનોવેશન માટે આવેલો કડિયો મકાનમાંથી રૂપિયા ત્રણ લાખની રોકડ ચોરી ફરાર

રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા પુજા પાર્ક મેઈન રોડ પર રહેતા એક શાકભાજીના વેપારીના ઘરેથી રિનોવેશનનું કામ કરવા આવેલો અજાણ્યો શખ્સ રૂૂ. 3,00,000/- (ત્રણ…

રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા પુજા પાર્ક મેઈન રોડ પર રહેતા એક શાકભાજીના વેપારીના ઘરેથી રિનોવેશનનું કામ કરવા આવેલો અજાણ્યો શખ્સ રૂૂ. 3,00,000/- (ત્રણ લાખ) ની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોઠારીયા રોડ પર ક્રિષ્ના ચોક પાસે પુજા પાર્ક મેઈન રોડ પર રહેતા અને હુડકો શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા હેમંતભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (ઉં.વ. 41) ના ઘરે હાલ રિનોવેશન અને કલરકામ ચાલી રહ્યું છે.

મકાનના રિનોવેશન તેમજ શાકભાજીના વેપારીઓને ચૂકવવા માટે હેમંતભાઈએ આશરે આઠ-દસ દિવસ પહેલા રૂૂ. 3 લાખની રોકડ રકમ ઘરમાં એક ગુલાબી કલરના લેડીઝ પર્સના પાકીટમાં મૂકી હતી. જેમાં રૂૂ. 500 ના દરની નોટના 50 હજારના પાંચ બંડલ તથા રૂૂ. 200 અને 100 ના દરની નોટનું 50 હજારનું એક બંડલ મળી કુલ 6 બંડલ હતા.

નીચેના રૂૂમમાં કલરકામ કરવાનું હોવાથી ઘરનો બધો સામાન ઉપરના રૂૂમમાં મૂકવામાં આવ્યો હતો, જેનો દરવાજો ફિટ કરવાનો બાકી હોવાથી ખુલ્લો હતો. ઘરે ઈલેક્ટ્રીક કામ કરતા યોગેશભાઈની ઓળખાણથી ગત તા. 19/11ના રોજ સુતા હનુમાન મંદિર પાસેથી આશરે 25 થી 30 વર્ષની ઉંમરના એક હિન્દી ભાષી શખ્સને કડિયાકામ માટે લાવવામાં આવ્યો હતો.

બીજા દિવસે તા. 20/11ના રોજ સવારે 9:30 વાગ્યે આ શખ્સ અધૂરું કામ પૂરું કરવા આવ્યો હતો. સામાન ઉપર-નીચે લેવા મૂકવાના બહાને તેણે પરિવારની નજર ચૂકવી ઉપરના રૂૂમમાં રાખેલા પર્સમાંથી રૂૂ. 3 લાખની ચોરી કરી હતી અને બપોરે આશરે 2:00 વાગ્યે કોઈને કહ્યા વગર કામ અધૂરું મૂકીને નાસી છૂટ્યો હતો.સાંજે પાંચેક વાગ્યે તપાસ કરતા પર્સમાંથી રોકડ ગાયબ હોવાનું જણાતા ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે હેમંતભાઈએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપીના મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *