શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શરૂૂ કરેલ ઝુબેશ અંતર્ગત શહેર એસઓજી ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નર્મદા પાર્કમાં એક ફ્લેટમાં દરોડો પાડી નામચીન શખ્સ ને પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી લઇ પુછપરછ કરતા હથીયાર સપ્લાયમાં પુનીતનગરના કુખ્યાત શખ્સનું નામ ખુલ્યું છે.
મળતી વિગતો અનુસાર, એસઓજી શાખાના પી.આઈ એન. બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઈ બી. વી. ચુડાસમાની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એસઓજીના એ.એસ.આઈ. રવિભાઈ વાંક, સિદ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળા તથા સ્નેહભાઈ ભાદરકાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે પંડિત દીનદયાળ રોડ પર આવેલા નર્મદા પાર્કના બીજા માળે, ફ્લેટ નંબર 4 માં એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે હાજર છે.
આ બાતમીના આધારે એસઓજીની ટીમે તુરંત જ ફ્લેટમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ત્યાંથી દૂધસાગર રોડ મકબુલભાઈ દાઉદાણીના મકાન પાસે ભગવતી સોસાયટી, અશરફી ચિકન સામે, હૈદરી ચોકમાં રહેતા બિલાલ દિલાવર ઉઠામણાને અટકમાં લઇ બિલાલ ઉઠામણાની અંગઝડતી અને સ્થળ પર તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલી એક દેશી બનાવટની પિસ્ટલ કિંમત રૂૂ. 10,000 અને બે નંગ જીવતા કાર્ટીસ કિંમત રૂૂ. 200 મળી આવ્યા હતા.
પોલીસે કુલ રૂૂ. 10,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેની પુછપરછમાં આ હથિયાર પુનીતનગર વિસ્તારના કુખ્યાત ઇમરાન બાપુડી પાસેથી 15 દિવસ પૂર્વે ખરીદ કર્યાનું ખુલ્યું હતું. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ. એન. બી. ચૌધરી, પી.એસ.આઈ. બી. વી. ચુડાસમા, એ.એસ.આઈ. રવિભાઈ વાંક, રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર અને હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકા સહિતની ટીમે કામગીરી કરી હતી.
