ઉના પંથકમાં 8 કલાકમાં બે અકસ્માતમાં બેના મોત, 3ને ઇજા

કંસારી ભાચા નજીક ટ્રિપલ અકસ્માતમાં સાળાના લગ્નમાં જતા યુવાનનું મોત એક ગંભીર: કંસારી બાયપાસ નજીક ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું મૃત્યુ ઉના પંથકમાં 8 કલાકમાં…

કંસારી ભાચા નજીક ટ્રિપલ અકસ્માતમાં સાળાના લગ્નમાં જતા યુવાનનું મોત એક ગંભીર: કંસારી બાયપાસ નજીક ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું મૃત્યુ

ઉના પંથકમાં 8 કલાકમાં બે અકસ્માતની ઘટના સર્જાતા બે લોકોના મોત નીપજયા હતા. જયારે 3 લોકોને ઇજા થઇ હતી. કંસારી ભાંચા નજીક ટ્રિપલ બાઇક અકસ્માતમાં સાળાના લગ્નમાં જતા યુવકનું મોત થયું હતું અને 3 લોકોને ગંભીર ઇજા થઇ હતી. જયાં કંસારી બાઇપાસ નજીક ટ્રકે બાઇક અડફેટે લેતા ચાલકનું અવસાન થયું હતું.
ઉના શહેરના કંસારી બાયપાસ નજીક મચ્છુંદ્રી નદીના પુલ પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે રાત્રિના સમયે પોલીસ દોડી ગઈ હતી. જોકે, શરૂૂઆતમાં મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. પોલીસે મૃતકના ફોટા અલગ-અલગ સોશિયલ મીડિયા માધ્યમો પર વાયરલ કરી ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

દરમિયાન, સવારે આશરે 9:30 વાગ્યે મૃતકની ઓળખ ઉનાના રહેવાસી જિલુભાઈ ડાયાભાઈ પરમાર તરીકે થઈ હતી. ઓળખ થતાં જ તેમના પરિવારજનો ઉના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં જિલુભાઈનો મૃતદેહ જોઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. એક તરફ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, તો બીજી તરફ રાત્રિથી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહેલી પોલીસને પણ ઓળખ થતાં રાહત મળી હતી.

ઉના તાલુકાના કંસારી અને ભાચા ગામ નજીક ખોડિયારની ધાર નજીક ટ્રિપલ બાઈક વચ્ચે સર્જાયો અકસ્માતમાં એક બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉના તાલુકાના આથમણાપડા ગામના અને હાલ સુરત રહેતા અજીતસિંહ જીલુભા ગોહિલ નામ નો યુવાન પોતાના કૌટુંબિક સાળાના લગ્ન તાલાલા તાલુકા ના મોરુકા ગામમાં હોય અને આજે સવારે આથમણાપડાથી મોરુકા જાન ગઈ હોય અને અજીતસિંહ બાઈક લઈ ને મોરુકા તરફ જવા નીકળેલ અને રસ્તામાં કંસારી અને ભાચા ગામની વચ્ચે આવેલ ખોડિયારની ધાર નજીક ટ્રિપલ બાઈક વચ્ચે અકસ્માત સર્જતા અજીતસિંહ ગંભીર ઇજા પહોચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ઉના સરકારી હોસ્પિટલ પર પી.એમ અર્થે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે અજીતસિંહને મૃત જાહેર કરેલ હતો.

પોતાના કૌટુંબિક સાળાના લગ્નમાં જતા યુવાનને રસ્તામાં કાળનો ભેટો થઈ જતા લગ્ન ની ખુશી માતમ માં ફેરવાઈ ગઈ હતી અને પરિવાર પર આભ ફાટ્યું હોવાના દૃશ્યો સર્જાયા હતા.અજીતસિંહના એકના એક પુત્ર એ પીતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *