ટ્રાફિકજામમાં લાઇનબોયે ધમકી આપતા ટ્રાફિક પોલીસે પટ્ટો ઉતારી હાથમાં ધરી દીધો

શહેરના ધમધમતા કાલાવડ રોડ પર આવેલા ’હારીત જ્વેલરી શો-રૂૂમ’ના ઓપનિંગ પ્રસંગે ભારે ભીડ એકઠી થતા મુખ્ય રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. આ દરમિયાન ટ્રાફિક નિયમનની…

શહેરના ધમધમતા કાલાવડ રોડ પર આવેલા ’હારીત જ્વેલરી શો-રૂૂમ’ના ઓપનિંગ પ્રસંગે ભારે ભીડ એકઠી થતા મુખ્ય રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. આ દરમિયાન ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કર્મચારી અને શો-રૂૂમના લાઇન બોય વચ્ચે વાહનો હટાવવા બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી.બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા લાઇન બોયે પોલીસ કર્મચારીને “પટ્ટા ઉતરાવી નાખવાની” ધમકી આપી હતી.

લાઇન બોયના આવા વર્તન સામે ઝૂકવાને બદલે પોલીસ કર્મચારીએ તુરંત જ પોતાનો કમરપટ્ટો ઉતારીને તેના હાથમાં ધરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *