બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો, મૂળ ધર્મગ્રંથોને વળગી રહો

અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની ઉપાસનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના તેમણે…

અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની ઉપાસનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના તેમણે આકરા પ્રહારો કર્યા હતા. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નકલી દેવી-દેવતાઓની પુજા ટાોળો.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ હિંદુઓને પોતાના બાપદાદાની પરંપરા મુજબ શિવ-શક્તિ, પંચદેવ અને કુળદેવી-કુળદેવતાની ઉપાસના કરવા અપીલ કરી હતી. સાથે જ સાચા હિંદુની વ્યાખ્યા સમજાવી મૂળ સનાતન પરંપરાથી ભટકતા લોકોને સીધો સંદેશ આપ્યો હતો.

‘દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મ અને પરંપરાનું સાચું જ્ઞાન હોવું જોઈએ’ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, સનાતન ધર્માવંબીઓ પંચદેવો અને શિવ-શક્તિની ઉપાસના કરે છે, તેથી દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મ અને પરંપરાનું સાચું જ્ઞાન હોવું અત્યંત જરૂૂરી છે. આપણા પૂર્વજો પિતા, દાદા, નાના અને તેમની અગાઉની પેઢીઓ જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તેમની જ પૂજા કરવી જોઈએ.

શાસ્ત્રો અને પુરાણોમાં જેનો ઉલ્લેખ નથી તેવા બનાવટી કે નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાની કોઈ જરૂૂર નથી.નવા-નવા લખાણોમાં ’દૂધમાં પાણી ભેળવવા’ જેવી પ્રવૃત્તિ થઈ રહી છે’ ગંગા નદીની ધારાનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, જેમ ગંગા ગંગાસાગરમાં મળે છે અને તેમાં ગમે ત્યાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, તેમ આમતેમ ભટક્યા વિના મૂળ ધારા અને મૂળ ધર્મગ્રંથોને વળગી રહેવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, અઢાર પુરાણ અને ચાર વેદ સિવાયના નવા-નવા લખાણોમાં ’દૂધમાં પાણી ભેળવવા’ જેવી પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે ભવિષ્યમાં આવી બાબતો સામે ચેતવણી આપી હતી.

અંતમાં તેમણે ’હિંદુ’ અને ’સનાતન ધર્માવંબી’ની વ્યાખ્યા સ્પષ્ટ કરતા કહ્યું કે જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રોને માને, દ્વારકાધીશ, ચારેય ધામ, નવદુર્ગા, દસ મહાવિદ્યા, ઉમિયા માતા, અંબાજી, આશાપુરા, પોતાના કુળદેવી-કુળદેવતા અને સોમનાથ દાદાને માને, તે જ સાચો હિંદુ છે અને આ જ હિંદુત્વના લક્ષણો છે.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ નથી તે ભગવાન નથી. તેમણે કહ્યું કે મુંબઈના સિનેમા ઘરમાં જે બને છે તે ભગવાન નથી. તેમણે લોકોને નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *