વેરાવળમાં નાનાભાઇએ પથ્થરના ઘા ઝીંકી મોટાભાઇની હત્યા કરી નાખી

વેરાવળમાં નાના ભાઈએ પથ્થરના ઘા મારી મોટા ભાઈની હત્યા કરેલ હોવાનો બનાવ બનેલ છે. પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની…

વેરાવળમાં નાના ભાઈએ પથ્થરના ઘા મારી મોટા ભાઈની હત્યા કરેલ હોવાનો બનાવ બનેલ છે. પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળમાં રેલવે સ્ટેશન નજીક ઝૂંપડામાં રહેતા દેવીપૂજક પરિવારના બે સગા ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલી એ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં નાના ભાઈએ મોટા ભાઈની પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી હતી. ગઇ કાલે સાંજે બનેલી આ ઘટનામાં 43 વર્ષીય સુરેશ મનજી સોલંકીનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બંને ભાઈઓ પરણિત હતા અને સંયુક્ત પરિવારમાં રહેતા હતા.

મૃતક સુરેશ સોલંકીના બહેન ચંદ્રિકાબેન એ આ બનાવની વિગતો આપતા જણાવ્યા મુજબ, સુરેશ સોલંકી અને તેમના નાના ભાઈ ભોલા મનજી સોલંકી બંને પરણિત હતા અને પરિવારના અન્ય સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સાંજના અરસામાં બન્ને ભાઈઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિવાદ ઉગ્ર બનતા ભોલા સોલંકી એ મોટા ભાઈ સુરેશ પર પથ્થરના આડેધડ ઘા ઝીંક્યા હતા.

ગંભીર ઇજાને કારણે સુરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વેરાવળ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ, મોટા ભાઈની હત્યાના આરોપસર નાના ભાઈ ભોલા મનજી સોલંકીને પોલીસે રાઉન્ડ અપ કર્યો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને ભાઈઓ વચ્ચે કઈ બાબતે બોલાચાલી થઈ હતી અને વિવાદે એટલું ગંભીર સ્વરૂૂપ કેમ ધારણ કર્યું તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *