હિટ એન્ડ રન: ચોટીલા નજીક રસ્તો ઓળંગતા બોરસદ પંથકના 10 વર્ષના માસુમનું કાર અડફેટે મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ છાસવારે જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં જૂનાગઢ પરિક્રમા કરી…

રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ છાસવારે જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં જૂનાગઢ પરિક્રમા કરી પરત ફરતા બોરસદ પંથકના પરિવારે આપા ગીગાના ઓટલે વોલ્ટ કર્યો હતો. તે દરમિયાન દાદાની આંગળી પકડી રોડ ક્રોસ કરતા 10 વર્ષના માસુમને અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા માસુમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બોરસદ તાલુકાના અલારસર ગામે રહેતો જય દેવલભાઇ ચાવડા નામનો 10 વર્ષનો માસુમ બાળક ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામા ચોટીલા નજીક આવેલા આપા ગીગાના ઓટલા પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે માતેલા સાઢની માફક ધસી આવેલા કારના ચાલકે માસુમને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાશી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક માસુમનો પરિવાર જૂનાગઢ પરિક્રમા કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આપા ગીગાના ઓટલા પાસે વોલ્ટ કર્યો હતો. જે દરમિયાન જય ચાવડા દાદાનો હાથ પકડી રોડ ક્રોસ કરતો હતો ત્યારે કાર ચાલકે અડફેેટે લેતા અકસ્માત સર્જાયો હતો. મૃતક માસુમ બે ભાઇમાં નાનો અને ધો.3માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *