ઉપલેટાના ગેરેજ સંચાલક પાસે પઠાણી ઉઘરાણી કરી રાજકોટના શખ્સે આપી ધમકી

  ઉપલેટામાં 70 હજાર રૂૂપિયાની સામે 6 થી 7 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી અને ધમકીઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાના પોરબંદર રોડ પર…

 

ઉપલેટામાં 70 હજાર રૂૂપિયાની સામે 6 થી 7 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી અને ધમકીઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાના પોરબંદર રોડ પર આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને બાપુના બાવલા ચોક પાસે ગેરેજ ચલાવતા યોગેશભાઈ દિનેશભાઈ વ્યાસે (ઉ.વ.40) રાજકોટના આનંદનગરના હરપાલસિંહ ભરતસિંહ પરમાર સામે 21 નવેમ્બર 2026ના રોજ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, દસ વર્ષ પૂર્વે ફરિયાદી રાજકોટમાં ગેરેજ ચલાવતા ત્યારે વાહન સર્વિસ કરાવવા આવતા હરપાલસિંહ સાથે પરિચય થયો હતો. વર્ષ 2018-19માં મંદી અને બાળકોની ફી માટે તેમણે આ શખ્સ પાસેથી માસિક 10 ટકા વ્યાજે ઉપલેટાના નાગનાથ ચોક પાસે પ્રથમ 40 હજાર રૂૂપિયા લીધા હતા. ત્રણેક મહિના બાદ પુત્રની બીમારી અને માતાના અકસ્માતના ખર્ચ માટે વધુ 30 હજાર એ જ શરતે લીધા હતા. કોઈ ચેક કે નોટરી વગર કુલ 70 હજાર સામે તેઓ દર મહિને 7 હજાર વ્યાજ ચૂકવતા હતા.

કોરોનામાં આવક બંધ થતાં અને ધમકીઓથી કંટાળી ફરિયાદી 2022માં પરિવાર સાથે ઉપલેટા રહેવા આવી ગયા હતા. તેમ છતાં સામાવાળા ઇસમે ઉપલેટા આવી ધાકધમકીથી દર મહિને 7 હજાર વ્યાજ વસૂલવાનું ચાલુ રાખ્યાનો આક્ષેપ છે.

તેઓ પોતાના તથા મિત્રોના ગૂગલ પે મારફતે અને નાણાં ધીરનાર શખ્સ દ્વારા મોકલાતા અજાણ્યા વ્યક્તિને રોકડ ચૂકવતા હતા. વ્યાજમાં મોડું થાય તો ગેરેજ પર આવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાતી અને દૈનિક 10 ટકા પેનલ્ટી વસૂલાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આઠ વર્ષમાં 6 થી 7 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ ન અટકતાં મિત્ર હરસુખભાઈ બાવાજીની હિંમતથી ફરિયાદ નોંધાવાઈ છે.

ઉપલેટા પોલીસે સામાવાળા શખ્સ વિરુદ્ધ આઈપીસી કલમ 386, 504, 506(2) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011ની કલમ 5, 40, 33(3), 42 હેઠળ ગુનો નોંધી પીઆઈ એચ. એમ. ધાધલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી માહિતી અનુસાર પ્રાપ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *