અંજારમાં પ્લાયવૂડ ફેકટરી નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ સગીરના કરુણ મોત

કચ્છના અંજારના અજાપર નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં ત્રણ કિશોરોના મોત નીપજ્યા હતા. જેથી તેઓના પરિવારમાં…

કચ્છના અંજારના અજાપર નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં ત્રણ કિશોરોના મોત નીપજ્યા હતા. જેથી તેઓના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

અજાપરની પ્લયવુડ ફેક્ટરી પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી બાઈક પર સવાર ત્રણેય કિશોરોને ગંભીરઈજા પહોંચી હતી. 14 વર્ષીય ઉમલ રામજી આશા રબારી, 16 વર્ષીય માધવ ધના રબારી અને ઈશ્વર કમા રબારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્રણ કિશોરોએ અકસ્માતમાં જીવ ગુમાવતા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ બનાવ બાબતે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પૂર્વ કચ્છમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે. ગતરોજ મુન્દ્રાના લુણી-વડાલા રોડ પર ગાય આડી આવતા તેને બચાવવા જતા બાઇક પર સવાર પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. જેથી તેઓના મોત થયા હતા. અંજારના સિનુગ્રા ગામના 40 વર્ષીય કાનજી દેવજી માંગલિયા અને તેમનો 8 વર્ષના પુત્ર રુદ્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને લુણી ગણેશ મંદિરમાં આયોજીત સમૂહ લગ્નોત્સવમાં જઈ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *