દિવાળી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના 5 કેસ

દિવાળીના તહેવારોની સીઝન વચ્ચે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) ની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા તા. 09/11/2026 થી…

દિવાળીના તહેવારોની સીઝન વચ્ચે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) ની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા તા. 09/11/2026 થી તા. 15/11/2026 સુધીના સાપ્તાહિક અહેવાલ મુજબ, શહેરમાં ડેન્ગ્યુના વધુ 5 પોઝિટિવ કેસ અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. આ સાથે જ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 68, મેલેરિયાના 15 અને ચિકુનગુનિયાના 2 કેસ નોંધાઈ ચૂક્યા છે.

રોગચાળાની સાથે સાથે શહેરમાં સામાન્ય બીમારીઓના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત એક અઠવાડિયા દરમિયાન શરદી-ઉધરસના 329, સામાન્ય તાવના 305 અને ઝાડા-ઉલટીના 56 કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે ટાઈફોઈડ, કમળો, મરડો કે કોલેરાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી.
રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મનપાના આરોગ્યતંત્ર દ્વારા વાહક નિયંત્રણની કામગીરી તેજ બનાવવામાં આવી છે. ગત સપ્તાહ દરમિયાન ફિલ્ડવર્કર, અર્બન આશા અને ખઙઇંઠ ની ટીમો દ્વારા શહેરના 38,656 ઘરોમાં પોરાનાશક કામગીરી તેમજ 454 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મચ્છરની વધુ ઘનતા ધરાવતા વિસ્તારો, સંવેદનશીલ સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો.

મચ્છર ઉત્પત્તિ અટકાવવાના ભાગરૂૂપે બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીઓ સહિતની 54 જેટલી બિન-રહેણાંક પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા બાયલોઝ અંતર્ગત રહેણાંક વિસ્તારના 82 અને કોમર્શિયલ 23 મળી કુલ 105 આસામીઓને નોટિસ પાઠવી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *