રાજકોટમાં રૈયા ગામ ખાતે રહેતા યુવાનને દિવાળીની રાત્રે પાડોશી સાથે બોલાચાલી થઇ હતી, આ સમયે તેને ઝઘડાનો બદલો લઈશ તેવી ધમકી આપતા યુવાન અને તેમના વૃદ્ધ માતા-પિતા સહીત ઘરના સભ્યો મોરબી જતા રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે બે અજાણ્યા શખ્સે આવી મકાન પર સોડા બોટલના ઘા કરી બાદમાં ઘરની સામે પાર્ક કરેલ થાર ગાડીમાં આગ ચાંપી દીધી હતી. જેના કારણે બાજુમાં પડેલ અન્ય બે મોટરકાર તથા બાઈક મળી કુલ 7 જેટલા વાહનોમાં આગની લપેટમાં આવી ગયા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેથી સમગ્ર મામલે વૃદ્ધ રણજીતભાઇએ તેના મકાન અને વાહન મળી કુલ રૂૂ.26.50 લાખનું નુકસાન થવા બદલ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ફિઝાબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી રણજીતભાઈ ધુડાજીભાઈ પરમાર નામના વૃદ્ધે જણાવ્યું હતું કે, 8 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ હું તથા મારા મિત્ર કેતન તિવારી મારી ફોરવ્હિલ લઈ કાલાવડ પાસે રણુજા મંદીરે દર્શન કરવા જતા હતા ત્યારે 9.45 વાગ્યાની આસપાસ મેટોડા પાસે રોડ પર પહોંચતા મારા દીકરા પાર્થનો કોલ આવ્યો અને મને જણાવ્યું કે તમે જલદી ઘરે આવો આપણી શેરીમા રહેતા રાબીયાબેન આપડા ઘરના સભ્યો સાથે ઝઘડો કરે છે. જેથી હું અને મારા મિત્ર કેતનભાઈ તિવારી રાત્રીના 11 વાગ્યા આસપાસ ઘરે પરત આવી ગયા ત્યારે મારા દીકરાએ કહ્યું કે 10 વાગ્યા આસપાસ મારે તથા શનીને તથા મારી પત્ની જલ્પાનો શેરીમા રહેતા રાબીયાબેન તથા તેની દીકરી ફીઝા સાથે ઝઘડો થયો હતો.
ત્યારબાદ ફીઝા તથા તેની માતા રાબીયાબેન સારવાર લેવા દવાખાને ગયા અને જતા જતા ફીઝાબેન કહેતા ગયા કે તમે અમારી સાથે ઝધડો કર્યો છે તેનો બદલો હું જરૂૂર લઇશ. જેથી અમે બધા પરીવારના સભ્યો રાત્રીના ત્રણેક વાગ્યા મોરબી ખાતે અમારા બીજા મકાને જવા માટે નીકળી ગયા હતા. રાત્રીના 4 વાગ્યા આસપાસ હું મારા રાજકોટના મકાનના લાઇવ સી.સી.ટી.વી. જોતો હોય ત્યારે બે અજાણ્યા શખ્સ કાચની બોટલો લઇ મારા મકાન પાસે આવી કાચની બોટલોથી મારા ઘરની બારીઓ પર ઘા કરતા જોવા મળ્યા જેથી મે મારા દીકરા પાર્થને બતાવ્યા હતા અને અમે તુરંત રાજકોટ પરત આવવા નીકળી ગયા હતા.
થોડીવાર બાદ આ બન્ને અજાણ્યા શખ્સો ત્યાથી જતા રહ્યા હતા અને સવારે 5 વાગ્યા આસપાસ અમારા ઘરની સામે મારા દીકરા શનીની માલિકીની પાર્ક કરેલ મહેન્દ્રા થારમા આગ લગાવી હતી. જેના કારણે બાજુમા પડેલ ફોર્ડ એન્ડોવર ગાડી તથા મારા મિત્રની જીપ ટુકડો ગાડી, અમારું બુલેટ, છ15, એક્ટિવા, પલ્સર તથા મારા મિત્રની માલિકીના એક્ટિવા આગની લપેટમા વારા-ફરતી આવતા સળગી રહ્યા હતા. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ગાડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
