બે સગાભાઈને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી કહ્યું ‘દિવાળી નહીં જોવા દઈએ’

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં બે ભાઈઓ સાથે વ્યાજખોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા સ્વાતી પાર્કમાં રહેતા અને ખાનગી નોકરી કરતા…

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં બે ભાઈઓ સાથે વ્યાજખોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા સ્વાતી પાર્કમાં રહેતા અને ખાનગી નોકરી કરતા શુભમભાઈ જેન્તીભાઈ ભાલાળા નામના 33 વર્ષીય યુવાને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને આજીડેમ પોલીસ મથકે બે શખ્સો સામે વિધિસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી શુભમભાઈએ નોંધાવેલી વિગત મુજબ, તેમને આશરે એકાદ વર્ષ પહેલાં હાર્ડવેરનો ધંધો શરૂૂ કરવો હોવાથી તેમના મિત્ર રોહિતભાઈ હિરાભાઈ બસીયા પાસેથી કટકે-કટકે 8 ટકા માસિક વ્યાજે નાણાં લીધા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં ધંધાકીય ખોટ અને પારિવારિક ટેન્શનના કારણે તેમના માતાએ ઝેરી દવા પી લેતા, હોસ્પિટલની સારવારના ખર્ચ માટે પણ રોહિત પાસેથી વધુ નાણાં વ્યાજે લેવા પડ્યા હતા.

આમ, કુલ રૂૂપિયા 9,00,000/- નું તેઓ નિયમિત વ્યાજ ચૂકવતા હતા. ફરિયાદીએ જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં ગૂગલ-પે થી રૂૂ. 4,71,100/- તેમજ કટકે-કટકે સાડા ચાર લાખ મળીને મોટી રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી રોહિત બસીયા પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસર લાયસન્સ ન હોવા છતાં તે ફરિયાદી પાસે હજુ પણ વધારાના રૂૂ. 9,00,000/- ની પઠાણી ઉઘરાણી કરતો હતો. આ ઉપરાંત અગાઉ ફરિયાદી અન્ય એક મિત્રના વ્યાજના વ્યવહારમાં જામીન તરીકે રહ્યા હોવાથી તેનું પણ મસમોટું વ્યાજ રોહિતે બળજબરીથી વસૂલ કર્યું હતું.

આ વ્યાજખોરોનો આતંક એટલેથી ન અટકતા ફરિયાદીના નાના ભાઈ નિકુંજભાઈને પણ પોતાના સિકંજામાં લીધો હતો, જેમણે અગાઉ રોહિત બસીયા પાસેથી 10 ટકા વ્યાજે રૂૂ. 3,60,000/- લીધેલા હતા. આ નાણાંનું વ્યાજ સમયસર ન ચૂકવાતા રોહિતે આ ઉઘરાણીનો હવાલો સોહમભાઈ પરમાર નામના અન્ય એક શખ્સને સોંપ્યો હતો. ફરિયાદીના ભાઈએ વ્યાજ પેટે અત્યાર સુધીમાં કુલ રૂૂ. 11,00,000/- ચૂકવી દીધા હોવા છતાં, આરોપી રોહિત અને સોહમ પરમાર બંને અવારનવાર ઘરે આવીને તેમજ ફોન પર ગાળો આપી રૂૂ. 8,00,000/- ની પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપીઓએ ફોન પર અને રૂૂબરૂૂમાં ’જો રૂૂપિયા નહીં આપો તો દિવાળી નહીં જોવા દઈએ’ તેવી સાફ શબ્દોમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પરિવારને માનસિક રીતે હેરાન-પરેશાન કરી મૂક્યા હતા. હાલ આજીડેમ પોલીસે ગુનો નોંધીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચંદ્રસિંહ ઝાલાને કેસની આગળની તપાસ સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *