શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ગોકુલપાર્કમાં બાંધકામ સાઇટ પર શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો માસુમ રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે ગોકુલપાર્કમાં બાંધકામ સાઇટ પર કામ કરતા બિહારી પરિવારના આદર્શ કુંદનભાઇ શર્મા નામનો દોઢ વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો. માસુમ બાળક ડૂબી જતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યા ફરજ પરના તબીબે જોઇ તપાસી માસુમને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
