વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!

  યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની અવરજવર જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કાગવડ અને ખંભાળીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં…

 

યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની અવરજવર જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કાગવડ અને ખંભાળીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં એકસાથે ત્રણ સિંહ જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેતરોમાં ખેતીકામ કરી રહેલા ખેડૂતો અને ખેતમજૂરોમાં સિંહોની હાજરીને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટારથી સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

ખાસ કરીને હાલ ખેતરોમાં ખેતીકામની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો અને ખેતમજૂરોની અવરજવર સતત રહે છે. ત્યારે સિંહોની હાજરીને પગલે વન્યજીવ અને માનવ સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થયો છે.

આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તાત્કાલિક સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવે, સ્થાનિક ખેડૂતોને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવે તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષ ન સર્જાય તે માટે જરૂૂરી તકેદારી રાખવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *