ગુજરાત પાસીંગની મર્સિડિઝ નેપાળમાં બિનવારસી હાલતમાં મળી

ભારતને અડીને આવેલા નેપાળી સીમા ક્ષેત્ર રૂૂપનદેહીમાં ગુજરાત નંબર પ્લેટવાળી ભારતીય મર્સિડીઝ કાર લાવારિસ હાલતમાં મળી આવી છે. રૂૂપનદેહી પોલીસે, ભારતીય નંબર પ્લેટવાળી મર્સિડીઝ કાર…

ભારતને અડીને આવેલા નેપાળી સીમા ક્ષેત્ર રૂૂપનદેહીમાં ગુજરાત નંબર પ્લેટવાળી ભારતીય મર્સિડીઝ કાર લાવારિસ હાલતમાં મળી આવી છે. રૂૂપનદેહી પોલીસે, ભારતીય નંબર પ્લેટવાળી મર્સિડીઝ કાર શોધી કાઢી છે. જિલ્લા પોલીસ કાર્યાલય રૂૂપનદેહી અનુસાર, સિદ્ધાર્થનગર નગરપાલિકા સ્થિત બસડિલવાથી ભારતીય નંબર પ્લેટવાળી કાર મળી આવી હતી. કારનો રજીસ્ટ્રેશન નંબર જીજે 21 સીબી 6001 છે.

પોલીસે જણાવ્યું કે, કાર લાવારિસ હાલતમાં મળી હતી. પોલીસ નિરીક્ષક ચંદ્રકિશોર શાહ અનુસાર, એક ખાલી જમીન પર લાંબા સમયથી કાર લાવારિસ હાલતમાં ઊભી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસના જણાવ્યા અનુસાર, મળી આવેલી કારની અંદાજિત કિંમત 90 લાખ રૂૂપિયા છે. કારને જરૂૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભૈરહવા સ્થિત બેલહિયા સીમા શુલ્ક કાર્યાલય મોકલી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *