રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત બી. બસીયા દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને દેહ વ્યાપારના કેસો શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશો અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે બાતમીના આધારે શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ વ્યાપક રેઇડ પાડીને મસાજ સ્પા અને મેરેજ બ્યુરોની આડમાં ચાલતા મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમાંતર ઓપરેશન દરમિયાન પોલીસે કુલ ચાર પરપ્રાંતીય પીડિત યુવતીઓને નરકાગારમાંથી મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને પ્રથમ સફળતા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિરાણી ચોક પાસે ગુરુુરક્ષા કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ નંબર 207માંથી મળી હતી. આ ઓફિસમાં શ્રી મેરેજ બ્યુરો ચલાવવામાં આવતું હતું, જેની આડમાં સંચાલકો બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકો પાસેથી આર્થિક લાભ મેળવીને દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા. હકીકતની ખરાઈ કરવા માટે એ.એચ.ટી.યુ.ની ટીમે એક ડમી ગ્રાહક તૈયાર કરીને પંચોની હાજરીમાં ત્યાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો સંકેત મળતાં જ પોલીસે રેઇડ કરી હતી, જ્યાં ગ્રાહકો પાસેથી 1000 રૂૂપિયા એન્ટ્રી ફી લઈને અલાયદી રાખેલી કેબિનમાં દેહ વિક્રય માટે મોકલવામાં આવતા હતા. રેઇડ દરમિયાન ઓફિસ સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતનભાઈ પુજારા (ઉં.વ. 51) અને મીત ચેતનભાઈ પુજારા (ઉં.વ. 22) (બંને રહે. શારદા એપાર્ટમેન્ટ, કોઠારીયા રોડ, રાજકોટ) રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ત્યાંથી રોકડા ₹3400, 20 નંગ પ્લાસ્ટિકના કોન્ડોમ પેકેટ (કિંમત ₹400) અને ₹5000ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ ₹8800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક પીડિત યુવતીને મુક્ત કરાવી હતી.
બીજી તરફ, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે કાલાવડ રોડ પર મહિલા કોલેજ ચોક નજીક આવેલા કોસ્મો કોમ્પ્લેક્ષના પાંચમા માળે ઓફિસ નંબર 501માં કાર્યરત ફ્લોરેન્સ વેલનેસ સ્પા પર ત્રાટકી હતી. આ સ્પામાં સંચાલક દ્વારા બહારથી યુવતીઓ રાખીને મસાજના બહાને ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. પોલીસે અહીં પણ ડમી ગ્રાહક મોકલીને પરિસ્થિતિની ખરાઈ કર્યા બાદ દરોડો પાડ્યો હતો. આ સ્પામાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી તરીકે 1000 રૂૂપિયા રોકડા લેવાતા હતા અને શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ 2500 રૂૂપિયા એક્સ્ટ્રા સર્વિસના નામે વસૂલવામાં આવતા હતા. આ સ્થળેથી પોલીસે સંચાલક ગણેશ લક્ષ્મણજી મીના (ઉં.વ. 23, રહે. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. સ્પામાંથી રોકડા ₹7210 અને ₹10,000ની કિંમતના બે મોબાઈલ મળી કુલ ₹17,210નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ત્રણ યુવતીઓને મુક્ત કરાવી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની આ બંને સફળ કામગીરી બાદ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટ, 1956ની કલમ 3, 4, અને 5 મુજબ ગુના દાખલ કરાવવામાં આવ્યા છે અને કાયદેસરની કડક કાર્યવાહી શરૂૂ કરાઈ છે. સફળ ઓપરેશનમાં પો. ઇન્સ. પી. એન.પઢિયાર, પો.સ.ઇ. એસ. પી. ચૌહાણ, એએસઆઈ અજય કુમાર આર. શુક્લા, એ.એસ.આઈ. ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સલીમભાઈ બી. મકરાણી, હેડ કોન્સ. જીગ્નેશ ભાઈ મારૂૂ, કોન્સ. હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, સુર્યકાન્તભાઈ જાદવ અને મહિલા કોન્સ્ટેબલ ભુમિકાબેન ઠાકર સહિતના સ્ટાફે સરાહનીય ભુમિકા ભજવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી રાજકોટના સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
