મોરબીના રંગપરમાં પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડાતા પતિનો પત્ની પર હુમલો

મોરબીના જેતપુર રોડ પર આવેલા રંગપર ગામમાંથી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. રંગપર ગામમાં આવેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી 20 વર્ષીય પરિણીતા…

મોરબીના જેતપુર રોડ પર આવેલા રંગપર ગામમાંથી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. રંગપર ગામમાં આવેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી 20 વર્ષીય પરિણીતા રાધિકા યોગેશભાઈ કારવા પર તેના જ પતિએ ચારિત્ર્યની શંકા રાખીને હુમલો કર્યો હતો. લગ્નના માત્ર પાંચ જ મહિનાના ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનામાં પતિ યોગેશે પત્ની રાધિકાને લાકડી કે અન્ય હથિયાર વડે બેફામ માર મારતા તેણીને જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારના કારણે પરિણીતા ઓરડીમાં જ બેભાન થઈ ઢળી પડી હતી. ઘટનાની જાણ થતાં જ લોહીલુહાણ અને બેભાન હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ હિંસક હુમલા પાછળ ચારિત્ર્યની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા જ રાધિકા ઝારખંડના દાટુ નામના એક અજાણ્યા શખ્સ સાથે કઢંગી હાલતમાં ગામની ઝાડીઓમાંથી પકડાઈ ગઈ હતી. આ બાબતની જાણ પતિ યોગેશને થતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીના આ કૃત્યનો બદલો લેવા માટે તેણે ઓરડીમાં જઈને રાધિકાને ઢોર માર માર્યો હતો.

આ ચકચારી મામલામાં વધુ એક ચોંકાવનારો વળાંક એ પણ સામે આવ્યો છે કે, હુમલો કરનાર યોગેશની પહેલી પત્નીનું નામ સીમાલી હતું અને ભોગ બનનાર રાધિકા તેની જ કૌટુંબિક બહેન થાય છે. યોગેશ પોતાની પહેલી પત્નીની બહેન રાધિકાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લાવ્યો હતો અને મોરબીમાં આવીને તેની સાથે બીજા લગ્ન કરીને રહેવા લાગ્યો હતો. હાલમાં આ પારિવારિક હિંસા અને અનૈતિક સંબંધોના મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *