રાજકોટ-દ્વારકા વચ્ચે દિવાળી સુધી 8 ટ્રેનો રદ, 4 ટ્રેન રીશિડ્યુલ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલીઅલિયાબાડા રેલ સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) કાર્ય માટે દિવાળી પૂર્વે 12 દિવસ બ્લોક લેવામાં આવશે. આ કામગીરીના કારણે 24 ઓક્ટોબર…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલીઅલિયાબાડા રેલ સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) કાર્ય માટે દિવાળી પૂર્વે 12 દિવસ બ્લોક લેવામાં આવશે. આ કામગીરીના કારણે 24 ઓક્ટોબર 2026 થી 4 નવેમ્બર 2026 સુધી કેટલીક પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર 8 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ચાર ટ્રેનો રીશિડ્યુલ કરાઇ છે અને 9 ટ્રેનો મોડી કરાઇ છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 59552, ઓખારાજકોટ લોકલ 24 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ, ટ્રેન નંબર 59551, રાજકોટઓખા લોકલ 24 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ, ટ્રેન નંબર 19252, ઓખાવેરાવળ એક્સપ્રેસ 28 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ અને ટ્રેન નંબર 19251, વેરાવળઓખા એક્સપ્રેસ 28 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.

જ્યારે ટ્રેન નં. 19209 ભાવનગરઓખા એક્સપ્રેસ 24.10.2026 થી 03.11.2026 સુધી ભાવનગર થી રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન રાજકોટઓખા વચ્ચે, ટ્રેન નં. 19210 ઓખાભાવનગર એક્સપ્રેસ 25.10.2026 થી 04.11.2026 સુધી રાજકોટ થી ભાવનગર સુધી દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખારાજકોટ વચ્ચે, ટ્રેન નં. 22959 વડોદરાજામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 28.10.2026 થી 04.11.2026 સુધી વડોદરા થી રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે.

આમ આ ટ્રેન રાજકોટજામનગર વચ્ચે અને ટ્રેન નં. 22960 જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 29.10.2026 થી 05.11.2026 સુધી રાજકોટ થી વડોદરા સુધી દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગરરાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.આ સિવાય ટ્રેન નં. 22969 ઓખાબનારસ એક્સપ્રેસ 29.10.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 14:05 કલાકના બદલે 1 કલાક 55 મિનિટ મોડી એટલે કે 16:00 કલાકે રવાના થવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 22926 ઓખાસાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 30.10.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 16:45 કલાકના બદલે 1 કલાક 30 મિનિટ મોડી એટલે કે 18:15 કલાકે ઉપડવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 22926 ઓખાસાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 02.11.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત સમય 16:45 કલાકના બદલે 2 કલાક 10 મિનિટ મોડી એટલે કે 18:55 કલાકે ઉપડવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 12268 હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 2 નવેમ્બર 2026 ના રોજ હાપા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 20:05 કલાકના બદલે 1 કલાક 20 મિનિટ મોડી એટલે કે 21:25 કલાકે પ્રસ્થાન કરશે.માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો ટ્રેન નંબર 22926, ઓખાસાબરમતી વંદે ભારત એક્સપ્રેસને 24, 25, 26, 28, 29, 31 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બર 2026 ના રોજ માર્ગમાં 45 મિનિટ, 25.10.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરાજામનગર એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક 40 મિનિટ, 01.11.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરાજામનગર એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક 10 મિનિટ, 26.10.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરાહાપા એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક 30 મિનિટ, 26.10.2026 ના રોજ ગુવાહાટી થી ઉપડતી ટ્રેન નં. 15636 ગુવાહાટીઓખા એક્સપ્રેસને માર્ગમાં 55 મિનિટ અને 30.10.2026 ના રોજ ટ્રેન નં. 12268 હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપા થી તેના નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડી પ્રસ્થાન કરશે.આજ રીતે 28.10.2026 ના રોજ સિકંદરાબાદ થી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 2 કલાક 40 મિનિટ, 30 ઓક્ટોબર 2026 ના રોજ જામનગર થી ઉપડતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગર થી તેના નિર્ધારિત સમય કરતાં 25 મિનિટ અને 24 ઓક્ટોબર 2026ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. રેલવે મુસાફરોને વિનંતી કરી છે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી અદ્યતન માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *