દિવાળી પર્વ અને લગ્નની સીઝનની શરૂૂઆતમાં જ સંબંધીઓ દ્વારા મોકલવામાં આવતા ડિજિટલ આમંત્રણ પત્રોમાં હવે સાયબર ગુનેગારો સક્રિય થયા છે. રાજકોટમાં કેનાલ રોડ પર આવેલા હાથીખાના વિસ્તારમાં રહેતા અને ભાવનગર રોડ પર જમીન-મકાન તેમજ ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 48 વર્ષીય મનીષભાઇ મુળજીભાઈ ઢોલરીયા આવા જ એક સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મનીષભાઈના ખાતામાંથી તેમની જાણ બહાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹5,84,999 ઉપડી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડીસીબી બેંકના એકાઉન્ટ ધારક સહિતના શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, આશરે એકાદ મહિના પહેલા મનીષભાઈના મિત્ર અને જાણીતા સમાજસેવી વસંતભાઇ (સદભાવના વાળા) ના વોટ્સએપ નંબર પરથી એક ’વેડિંગ ઇન્વિટેશન’ નામની એપીકે (અઙઊં) ફાઇલ આવી હતી. મનીષભાઈએ આ ફાઇલ ઓપન કરતા જ તેમાં માત્ર કોડિંગ આંકડાઓ દેખાતા હોવાથી તેમણે ફાઇલ બંધ કરી ડિલીટ કરી નાખી હતી. શરૂૂઆતમાં તેમને આ મેસેજ અંગે કોઈ શંકા ગઈ ન હતી. પરંતુ ગત તારીખ 13/09 ના રોજ અચાનક તેમના ફોનમાં બેંક ખાતામાંથી લાખો રૂૂપિયા ઉપડી ગયાના મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.
કોઈ અજાણી વ્યક્તિએ તેમની જાણ કે મંજુરી વગર આ રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.રૂૂપિયા ઉપડી ગયા બાદ મનીષભાઈએ તુરંત જ ફાઇલ મોકલનાર મિત્ર વસંતભાઇને ફોન કરીને પૂછપરછ કરી હતી. વસંતભાઇએ જણાવ્યું હતું કે તેમનો પોતાનો ફોન હેક થઈ ગયો હતો અને તેમના વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ નંબરો પર આ એપીકે ફાઇલ ઓટોમેટિક સેન્ડ થઈ ગઈ હતી, જે અંગે તેમણે પણ સાયબર ફરિયાદ નોંધાવી છે. મનીષભાઈએ પણ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર છેતરપિંડીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી. ફુલતરીયા અને તેમની ટીમે ગુનો નોંધીને સાયબર માફિયાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
