ગુજરાતના અંધારા ઉલેચવા કેન્દ્ર દરરોજ 40,000 ટન કોલસો મોકલશે

નબળા ચોમાસા બાદ પડી રહેલી સખત ગરમી, દિવાળી પહેલા વધેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ખેતીમાં સિંચાઈની જરૂૂરિયાતોને પગલે ગુજરાતમાં વીજળીની માંગમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે.…

નબળા ચોમાસા બાદ પડી રહેલી સખત ગરમી, દિવાળી પહેલા વધેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ખેતીમાં સિંચાઈની જરૂૂરિયાતોને પગલે ગુજરાતમાં વીજળીની માંગમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે. ગત 16 ઓક્ટોબરના રોજ રાજ્યની વીજ માંગ 29,822 મેગાવોટની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 36.6 ટકા વધુ છે.

વધતી જતી આ માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય પાસેથી વધારાના કોલસા પુરવઠાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાનને મળ્યા હતા. હાલ કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે ગુજરાતને કોલસાની ફાળવણી કરવામાં આવી છે.
વીજ માંગની આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર મહિના સુધી દરરોજ 10 થી 11 રેલવે રેક કોલસો પૂરો પાડવાની ખાતરી આપી છે. નવેમ્બર પછી આ સંખ્યા વધારીને દરરોજ 13-14 રેક થવાની ધારણા છે. આ ઉપરાંત, રાજ્યે માંગને પહોંચી વળવા સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશનો પાસેથી પણ વધારાની વીજ ફાળવણી મેળવી છે અને હાલની વ્યવસ્થાઓને વધુ લંબાવી છે.

બેઠકમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 16 ઓક્ટોબરે દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ પર પહોંચ્યો હતો, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 457 મિલિયન યુનિટ હતો. આમ દૈનિક વપરાશમાં લગભગ 27% નો વધારો જોવા મળ્યો છે. માત્ર કૃષિ ક્ષેત્રની વીજ માંગ જ દૈનિક 12,000 મેગાવોટની ટોચે પહોંચી ગઈ છે, કારણ કે સરકાર ઉભા પાકને બચાવવા માટે સિંચાઈ સુનિશ્ચિત કરવા માંગે છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને મુખ્ય સચિવ મનોજ કુમાર દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સાંજના 5 વાગ્યાથી 11 વાગ્યા વચ્ચેના ’પીક અવર્સ’ ને સૌથી મોટો પડકાર ગણાવાયો હતો. સાંજના સમયે સોલાર ઉર્જા શૂન્ય થઈ જાય છે અને પવન ઉર્જા ચલિત રહે છે. વળી, ઓછા વરસાદને કારણે હાઈડ્રોપાવર (જળવિદ્યુત) ઉત્પાદન પણ ઘટ્યું છે.

આથી, આ તફાવત ભરવા માટે હવે કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સ પર આધાર રાખવામાં આવી રહ્યો છે.સરકાર સાંજના પીક અવર્સ દરમિયાન ઉપયોગમાં લેવા માટે દિવસના સમયની વધારાની સૌર ઉર્જાનો સંગ્રહ કરવા ’બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ’ (ઇઊજજ) પર પણ કામ કરી રહી છે. હાલમાં ગુજરાત પાસે 192 મેગાવોટની કાર્યરત બેટરી સ્ટોરેજ ક્ષમતા છે, અને ભવિષ્ય માટે મોટા પ્રોજેક્ટ્સના કરારોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજ્યમાં દિવસ દરમિયાન ઉત્પન્ન થતી 12,000 મેગાવોટ સૌર ઉર્જાનો બહેતર ઉપયોગ કરવા ખેતીવાડીના વીજ વપરાશને દિવસના સમય સાથે સાંકળવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે.

NTPCના પાવર પ્લાન્ટ પાસેથી વીજળી મળશે
રાજ્યએ નવેમ્બર માટે NTPC ના ફરક્કા પ્લાન્ટમાંથી 329 ખઠ અને આસામમાં કેન્દ્રના પાવર જનરેશન હિસ્સામાંથી 551 ખઠ ની લાંબા ગાળાની ફાળવણી મેળવી છે. NTPC ના બારા-Iઅને દાદરી-I થર્મલ સ્ટેશનોમાંથી 716 MW માટે વીજ ખરીદીની વ્યવસ્થા પણ માર્ચ 2028 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતે વધારાના 500 MW ની માંગણી પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *