કેનેડામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં સર્જાયેલા એક ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતી યુવક-યુવતીઓના કરુણ મોત નિપજ્યા છે. આ ગઝબના અકસ્માતે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભીષણ અકસ્માતનો ભોગ બનેલા યુવક-યુવતીઓમાં અંકલેશ્વરની યુવતી મિત્તલ મોદી પ્રજાપતિનો પણ સમાવેશ થાય છે. સૌથી મોટું દુ:ખદ પાસું એ છે કે જે દિવસે મિત્તલનો જન્મદિવસ હતો, તે જ દિવસે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો અને તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
આ અકસ્માતની જાણ થતાની સાથે જ કેનેડા તેમજ ગુજરાતમાં રહેતા તેમના સ્વજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. વિદેશની ધરતી પર પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાં સાથે ગયેલા આ યુવાનોના અચાનક આકસ્મિક મૃત્યુથી સમગ્ર અંકલેશ્વર અને ગુજરાતભરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
