મોરબીના અજંતા ગ્રુપના મોભી પ્રવિણભાઇ ભાલોડીયાનું અવસાન

મોરબીના જાણીતા અજંતા કલોક ગ્રુપના મોભી પ્રવિણભાઇ ઓધવજીભાઇ ભાલોડિયાનું અમદાવાદ ખાતે હાર્ટએટેકથી અવસાન થતાં ઉદ્યોગ જગતમાં શોકની લાગણી ફેલાયેલ છે. અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ…

મોરબીના જાણીતા અજંતા કલોક ગ્રુપના મોભી પ્રવિણભાઇ ઓધવજીભાઇ ભાલોડિયાનું અમદાવાદ ખાતે હાર્ટએટેકથી અવસાન થતાં ઉદ્યોગ જગતમાં શોકની લાગણી ફેલાયેલ છે.

અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહેતા હતા અને ત્યાં ગઈકાલે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને આજે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ તેઓના નિવાસ્થાન ખાતે લઈ આવવામાં આવી રહ્યો છે અને સાંજે 5:00 વાગ્યે સનાળા રોડ ઉપર આવેલ રેવા બંગલા ખાતેથી ચાચાપર ગામ સુધીની તેઓની અંતિમયાત્રા યોજાશે અને ચાંચાપર ગામે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે. મોરબીમાં સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડિયા (ઘ.છ. ઙફયિંહ) દ્વારા વર્ષ 1971માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની શરૂૂઆત કરી હતી અને પહેલા અજંતા અને ત્યાર બાદ ઓરપેટ નામથી બે પેઢી સમયાંતરે શરૂૂ કરવામાં આવી હતી જો કે, હાલમાં અજંતા ગ્રૂપ તેઓના મોટા દીકરા પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (75, જન્મ તારીખ 27/12/1953) સાંભળતા હતા અને ઓરપેટ ગ્રૂપ જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા સાંભળી રહ્યા છે.

ખાસ કરીને પ્રવીણભાઈએ 1980ના દાયકામાં ઘડિયાળના વ્યવસાયનું સંચાલન સંભાળ્યું હતું અને અજંતા (અષફક્ષફિં) બ્રાન્ડને આગળ વધારવામાં તેઓની મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદ પ્રવીણભાઈએ ઓરપેટ ગ્રૂપની રચના કરી અને ડિજિટલ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ સહિતના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના વ્યવસાયને આગળ વધાર્યો હતો અને દેશ અને દુનિયામાં અજંતા અને ઓરપેટ ગ્રૂપનો ડંકો વગાડયો હતો જો કે, ઉમર અવસ્થાના લીધે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ બીમાર હતા અને અમદાવાદ ખાતે રહેતા હતા દરમ્યાન ગઇકાલે મોડી રાતે તેઓ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવી જવના લીધે તેઓનું નિધન થયું છે અને આજે પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રેવા બંગલો તેઓના નિવાસ સ્થાન ખાતે લઈને આવી રહ્યા છે અને આજે સાંજે 5:00 વાગ્યે તેઓના નિવાસ સ્થાનેથી તેઓના માદરે વતન ચાચાપર ગામ સુધીની અંતિમયાત્રા યોજાશે અને ચાંચાપર ગામે આવેલા સ્મશાન ઘાટ ખાતે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે તેવી માહિતી તેઓના પરિવારજન પાસેથી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *