વિરપુરમાં પત્નીની હત્યા કરી લાશ રેલવે ટ્રેક પર મુકી દીધી

જેતપુરના પીઠડીયા અને કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવેલા એક અજાણી મહિલાના શંકાસ્પદ મૃતદેહના કેસમાં વીરપુર પોલીસે મોટો ખુલાસો કરીને બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ…

જેતપુરના પીઠડીયા અને કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવેલા એક અજાણી મહિલાના શંકાસ્પદ મૃતદેહના કેસમાં વીરપુર પોલીસે મોટો ખુલાસો કરીને બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતા હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત કે આત્મહત્યા લાગતી આ ઘટના એક સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે મૃતક મહિલાના પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, જેતપુરના પીઠડીયા અને કાગવડ વચ્ચેના રેલવે ટ્રેક પર મોડી રાત્રિના સમયે એક ટ્રેન પસાર થઈ રહી હતી. તે સમયે ટ્રેનના લોકો પાયલટ ને ટ્રેકના પાટા વચ્ચે કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ પડી હોવાનું નજરે પડ્યું હતું. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સતર્ક ડ્રાઇવરે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને થોભાવી દીધી હતી. ડ્રાઇવરે ટ્રેનમાંથી નીચે ઉતરીને તપાસ કરતા એક અજાણી યુવતીનો માથાના ભાગે ગંભીર ઇજા પામેલો મૃતદેહ મળી આવ્યો હતો. બાબતની ગંભીરતા સમજી ડ્રાઇવરે તુરંત કંટ્રોલ રૂૂમમાં જાણ કરી હતી. જેતલસર રેલવે પોલીસની સૂચનાથી ડ્રાઇવર મૃતદેહને ટ્રેનમાં જેતલસર જંકશન પોલીસ સ્ટેશન સુધી લઈ ગયો હતો અને રેલવે પોલીસને સોંપ્યો હતો.

બનાવ વીરપુર પોલીસની હદમાં આવતો હોવાથી રેલવે પોલીસ પાસેથી વીરપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ અર્થે મૃતદેહને પહેલા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ બનાવની ગંભીરતા ધ્યાને રાખીને મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન વીરપુર પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી અજાણી મહિલાની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તપાસમાં બહાર આવ્યું કે મૃતક મહિલા મધ્યપ્રદેશના વતની દક્ષાબેન (ઉંમર વર્ષ 28) છે, જેઓ હાલ કાગવડ ગામની સીમ વિસ્તારમાં રહીને પરિવાર સાથે ખેત મજૂરીનું કામ કરતા હતા. જ્યારે રાજકોટ ખાતે દક્ષાબેનનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ફોરેન્સિક રિપોર્ટ મુજબ, મૃતકનું મૃત્યુ ટ્રેનની હડફેટે આવવાથી નહીં, પરંતુ ગળું દબાવીને શ્વાસ રોકી દેવાથી ઘાતકી રીતે થયું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસની શંકાની સોય મૃતકના પતિ દીપક તરફ ગઈ હતી. પોલીસે મૃતકના પતિ દીપકને સકંજામાં લઈ તેની કડક પૂછપરછ શરૂૂ કરી હતી.

પોલીસના તીખા સવાલો સામે ભાંગી પડેલા દીપકે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપી દીપકે કબૂલાત કરી હતી કે તેણે પોતે જ પોતાની પત્ની દક્ષાબેનનું ગળું દબાવી હત્યા કરી હતી અને બનાવને અકસ્માતમાં ખપાવવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો. હાલ વીરપુર પોલીસે બનાવ અંગે હાલ જૂનાગઢ નજીક આવેલ ચોબારી ફાટક પાસે રહેતાં મૂળ મધ્યપ્રદેશનક રાણપુરના વતની સમીરભાઈ સુરતાનભાઇ ભુરીયા (ઉ.વ.40)નો ફરીયાદને આધારે દિપક પ્રતાપ શીંગાર (ઉ.વ.22) સામે ગુનો નોંધ્યો છે.

દક્ષાબેન (ઉ.વ. 20) ના લગ્ન મધ્યપ્રદેશના કંજયાવાણીના રહીશ દિપકભાઈ પ્રતાપભાઇ શીંગાર સાથે છ માસ પહેલા થયા હતા.બન્ને જેતપુર તાલુકાના કાગવડ ગામની સીમમાં આવેલ દિનેશભાઈ જાગાણી વાળાની વાડી ભાગમા જમીન વાવી ત્યા રહેતા હતા. બે માસ પહેલા રક્ષાબંધનના તહેવારે દિકરી ઘરે આવેલ ત્યારે તેણે પિતાને વાત કરેલ કે, પતિ દારૂૂ પી ઝગડો કરે છે. મારી ઉપર ખોટી શંકા કુ-શંકા કરી મને માર કુટ કરે છે. દક્ષા આઠથી દસ દિવસ રોકાયેલ બાદ જેઠ ઉદાભાઈ તથા તેના દાદા કશીયાભાઇ આવેલ અને સમાધાન કરી દિકરીને તેડી ગયેલ હતા. આરોપીના પિતા પ્રતાપભાઇ કશીયાભાઇ શીંગાર પોલીસ સમક્ષ જણાવેલ કે, પુત્ર દિપકે તેમને કહેલ કે, ગઈ રાત હુ તથા મારી ઘરવાળી દક્ષા જમ્યા બાદ વાતો ચીતો કરતા મને તેની પર શંક હોય કે બીજા કોઈ માણસ સાથે ફોનમા વાતો કરે છે.

જેથી ગળુ દબાવી હત્યા કરી હતી અને તેને ઉપાડી ખેતરમા થઇ રેલ્વેના પાટા ઉપર લઈ જઈ ત્યાં સુવડાવી દિધેલ હતી. તે વખતે જોયેલ તો તેના શ્વાસ ચાલુ હોય જેથી ત્યા પથ્થર લઈ તેના માથાના ભાગે આડેધડ ધા મારી તેની લાશને ત્યા પાટા ઉપર મુકી ત્યાથી પુત્ર દીપક ત્યાંથી ભાગી ગયેલ હતો અને પોલીસ તપાસમા અહી આવશે તો મને બચાવી લેજો તેમ કહી ત્યાથી જતો રહેલ હતો. મામલે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *