રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત CCTV લગાવવા આદેશ

રાજ્યભરની શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ ક્લાસોમાં હવે પબ્લિક સેફ્ટી એક્ટ (ઙજઅ) હેઠળ એન્ટ્રી પોઈન્ટ્સ, કોરિડોર્સ અને પાર્કિંગ ઝોનમાં હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બન્યા…

રાજ્યભરની શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ ક્લાસોમાં હવે પબ્લિક સેફ્ટી એક્ટ (ઙજઅ) હેઠળ એન્ટ્રી પોઈન્ટ્સ, કોરિડોર્સ અને પાર્કિંગ ઝોનમાં હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બન્યા છે. ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ જી.એસ. મલિકે તમામ શહેરી પોલીસ કમિશનરો અને જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસને આ દિશામાં કડક અમલ કરાવવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે.

ડીજીપી મલિકે જણાવ્યું હતું કે, માત્ર ચોરીના બનાવો જ નહીં, અમને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા અને બુલિંગની ઘણી ચિંતાજનક અહેવાલો મળી છે. ખાસ કરીને છોકરીઓને નિશાન બનાવવામાં આવે છે. આવા બનાવો સ્કૂલ અને કોલેજ કેમ્પસની અંદર તેમજ બહાર પણ થાય છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ખાનગી મિલકતો અને વ્યાવસાયિક સંસ્થાઓની બહાર સીસીટીવી લગાવવા ફરજિયાત છે. હું તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે દરેક શૈક્ષણિક સંસ્થા ખાનગી ટ્યુશન ક્લાસો સહિત આ નિયમોનું કોઈપણ વિલંબ વગર પાલન કરે.
કેમ્પસમાં થતી અકસ્માતની તપાસમાં પણ સીસીટીવીની ગેરહાજરી અથવા બંધ હોવાના કારણે અડચણો ઊભી થઈ છે. તાજેતરમાં જ એક શહેરી શાળામાં ક્લાસ 8ના વિદ્યાર્થીને હાથ પર ઊંડો ઘા થતાં 15 ટાંકા પડ્યા હતા. શાળાએ તપાસ દરમિયાન કેમેરામાં ટેકનિકલ ખરાબીનું કારણ આપ્યું હતું, જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

નવા આદેશ મુજબ કેમેરા સીધા વાહન પાર્કિંગ પર ફોકસ કરવાના રહેશે. માત્ર ચોરી અટકાવવા જ નહીં, પોલીસ આ પગલાથી નાના વિદ્યાર્થીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ટુ-વ્હીલર ચલાવવાના કેસો પર પણ અંકુશ મૂકવા માગે છે. કેમ્પસના પાર્કિંગ લોટ, કોરિડોર, ગેટ અને અન્ય બ્લાઇન્ડ સ્પોટ્સને મુખ્ય ફોકસ એરિયા તરીકે ઓળખવામાં આવ્યા છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કેમેરા ગેટ, પાર્કિંગ બે અને એન્ટ્રી-ટ્રાન્ઝિટ પાથ પર કેન્દ્રિત હોવા જોઈએ. સંસ્થાઓને કેમેરાના મેન્ટેનન્સ રજિસ્ટર જાળવવા અને સમયાંતરે સેફ્ટી ઓડિટ કરાવવા પણ ફરજિયાત કરવામાં આવ્યા છે.

કેમેરા નહીં લગાવવા બાબતે પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ કરી દંડ ફટકારવાની પણ જોગવાઇ
સ્થાનિક પોલીસ સ્ટેશનો અને જિલ્લા શિક્ષણ કચેરીઓની ટીમો શાળા-કોલેજોમાં કેમેરા સેટઅપની તપાસ કરશે. જે સંસ્થાઓ પબ્લિક સેફ્ટી એક્ટના આદેશોની અવગણના કરશે, તેમને શો-કોઝ નોટિસ અને નિયમનકારી દંડનો સામનો કરવો પડશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું માત્ર સુરક્ષા વધારવા માટે નથી, પરંતુ વિદ્યાર્થીઓની સલામતી, ખાસ કરીને છોકરીઓની સુરક્ષા અને કેમ્પસમાં શિસ્ત જાળવવા માટે પણ અત્યંત જરૂૂરી છે. રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓને હવે આ નિર્દેશોનું તાત્કાલિક પાલન કરવાની જરૂૂર પડશે, નહીંતર કાનૂની અને વહીવટી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *