નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેના ચાર દિવસે રણજીત ટ્રોફી મેચના બીજા દિવસે ભારતના તાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી હતી. આજે બીજા દિવસની રમતમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ગમમાં 392 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી જવાબમાં છત્તીસગઢ ની ટીમે ચાના સમયે ત્રણ વિકેટના ભોગે 63 રન બનાવ્યા છે.
મેચના પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજા 72 અને નોટ આઉટ હતો આજે સવારે સૌ પ્રથમ પ્રેરક માંગડે શાનદાર ફટકાબાજી કરીને પોતાની સદી પૂરી કરી હતી ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પણ ખભા ઉચકે આ હતા અને પોતાની સદી પૂર્ણ કરી હતી રવિન્દ્ર જાડેજાએ કુલ 209 બોલમાં સાત ચોક્કા સાથે આ સદી ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેરક મંકડે માત્ર 150 બોલમાં 129 રનની જોરદાર રમત રમી હતી. આ પહલા ચિરાગ જાનીએ પણ 86 રન કર્યા હતા. જવાબમાં છત્તીસગઢની ટીમે ચાના સમયે ત્રણ વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા છે. સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા તેમજ ચિરાગ જાનીએ એક એક વિકેટ ઝડપી છે.
