વાંકાનેર તાલુકાના ખાનપર ગામે તા. 7ઓક્ટોબરની રાત્રે પ્રેમપ્રકરણને લગતા વિવાદ બાદ સગરામભાઈ સામતભાઈ સરવૈયાના મૃત્યુની ગંભીર ઘટના બની હતી. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ કેસમાં કુલ 8 શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે પોલીસના જણાવ્યા મુજબ, ખાનપર ગામની એક યુવતી દક્ષનભાઈ મકવાણા સાથે ગયાની જાણ થતાં પરિવારજનો સહિતના લોકો દક્ષનભાઈના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મારામારી દરમિયાન લાકડી-ધોકા જેવા સાધનો વડે થયેલી ઈજામાં સગરામભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું મૃત્યુ થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, દક્ષનભાઈ દેવાભાઈ મકવાણા, વિપુલભાઈ દેવાભાઈ મકવાણા, રાજુભાઈ છનાભાઈ મકવાણા, મનસુખભાઈ ઉકાભાઈ મકવાણા, ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, વીરમભાઈ મનસુખભાઈ મકવાણા અને જેમાભાઈ સોમાભાઈ મકવાણાને ઝડપી લીધા હોવાનું જણાવાયું છે.
ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂૂ કરી હતી. તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ તથા તાલુકા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા સહિતના પોલીસ કર્મચારીઓએ સ્થળ પર જરૂૂરી કાર્યવાહી હાથ ધરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરી કરી હતી. ગણતરીની કલાકોમાં કાર્યવાહીથી પોલીસની સજ્જતા ઉજાગર હત્યા જેવી ગંભીર ઘટનામાં પોલીસ દ્વારા સ્થળ તપાસ, પ્રાથમિક માહિતીનું સંકલન અને શંકાસ્પદ આરોપીઓની શોધખોળ સહિતની કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવી હતી. પરિણામે ગણતરીની કલાકોમાં 8 શંકાસ્પદ આરોપીઓને ઝડપી લેવાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
ગંભીર ગુનાની ઘટનામાં સમયસર તપાસ શરૂૂ કરી શંકાસ્પદ આરોપીઓ સુધી પહોંચવાની આ કાર્યવાહી પોલીસની સતર્કતા, ટીમવર્ક અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા દર્શાવે છે. આવી ઝડપી કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થામાં જનવિશ્વાસ જાળવવામાં પણ મદદરૂૂપ થાય છે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. આરોપીઓની ચોક્કસ ભૂમિકા, વિવાદનું મૂળ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો સ્પષ્ટ થશે. હાલની કાર્યવાહી ફરિયાદમાં થયેલા આક્ષેપો તથા પોલીસ તપાસના આધારે છે અને આરોપીઓ સામેના આક્ષેપો કોર્ટમાં પુરવાર થવાના બાકી છે.પોલીસની ઝડપી કામગીરી બાદ હવે નિષ્પક્ષ અને કાયદેસરની તપાસ દ્વારા સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવે અને મૃતકના પરિવારને ન્યાય મળે તે મહત્વપૂર્ણ રહેશે.
