રાજ્યપાલ કાલથી બે દિવસ રાજકોટની મુલાકાતે, સૌ.યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજરી આપશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાલથી બે દિવસ સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવા ઉત્સાહને પ્રોત્સાહન આપવા સાથેસાથે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાલથી બે દિવસ સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવા ઉત્સાહને પ્રોત્સાહન આપવા સાથેસાથે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વેગ આપવા માટે વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે એટલે કાલે રાજ્યપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનારમાં પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. યુવાનોની કલા, સંસ્કૃતિ અને પ્રતિભાને ઉજાગર કરતા આ મહોત્સવમાં તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
રાજ્યપાલના અભિયાન સમાન ’પ્રાકૃતિક ખેતી’ના પ્રચાર-પ્રસાર અર્થે બેડી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ’

આ સેમિનારમાં તેઓ ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને ઝેરમુક્ત અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. રાજકોટ રોકાણ દરમિયાન રાજ્યપાલ જિલ્લાના બે તાલુકાઓની પણ મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ ગ્રામીણ સ્તરે વિકાસ કાર્યો, સરકારી યોજનાકીય અમલીકરણ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતોના ખેતરોની રૂૂબરૂૂ મુલાકાત લેવાનો છે. રાજ્યપાલના આ પ્રવાસને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમની આ મુલાકાતથી શૈક્ષણિક જગતમાં ઉત્સાહ વધવાની સાથે કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી અંગેની જાગૃતિ વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *