ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.તેના અંતર્ગત સરકાર દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે SOP નક્કી કરવામાં આવી છે. જેના હેઠળ અદાલતનો નિર્ણય મળ્યા બાદ વિભાગોએ નિયત પ્રક્રિયા અને સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.આ એસઓપીનો મુખ્ય હેતુ ચુકાદાઓના અમલમાં થતો બિનજરૂૂરી વિલંબ અટકાવવાનો અને એવી સ્થિતિ ઊભી થતી રોકવાનો છે જેના કારણે અદાલતી અવમાનનાની નોબત આવે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી આ વ્યવસ્થામાં હાઈકોર્ટના ચુકાદા બાદ વિભાગો સમક્ષ ઉપલબ્ધ વિકલ્પો અને તેમની પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. કાયદા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ ન્યાયાલયના નિર્ણય બાદ સમયસર કાર્યવાહી ન થવાથી આદેશના અમલમાં વિલંબ થઈ શકે છે.
નવી SOP આ વહીવટી વિલંબને ઘટાડવા માટે પ્રક્રિયાને ટાઇમ-બાઉન્ડ બનાવે છે.જો સંબંધિત વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણાં વિભાગે નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર જરૂૂરી કાર્યવાહી કરવી પડશે.જ્યારે વિભાગને ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે ત્યારે વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં લિટિગેશનની કાર્યવાહી શરૂૂ કરવાની રહેશે.આ સાથે કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024ના રોજ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત વહીવટી વિભાગની રહેશે.એટલે કે ચુકાદો આવ્યા બાદ તેને પડતર રાખવાને બદલે વિભાગે સમયબદ્ધ રીતે એ નક્કી કરવાનું રહેશે કે નિર્ણય સ્વીકારવો છે કે તેની સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવી છે.
અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે તેમાં સંદર્ભિત દસ્તાવેજોને ઈ-સરકાર પ્રણાલીમાં અપલોડ કરવા અનિવાર્ય રહેશે. સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભોને સ્પષ્ટ હાઈપરલિંક સાથે નોંધવા પડશે તથા પ્રસ્તાવમાં જરૂૂરી વિગતો ઉપલબ્ધ કરાવવી પડશે. સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિત જરૂૂરી માહિતી નોંધવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આથી અપીલની દરખાસ્તોમાં દસ્તાવેજી સંપૂર્ણતા અને પ્રક્રિયાની સ્પષ્ટતા સુનિશ્ચિત થશે તથા બિનજરૂૂરી પત્રવ્યવહાર અથવા દસ્તાવેજોની અછતને કારણે થતા વિલંબને ઘટાડવામાં મદદ મળશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી થતો બિનજરૂૂરી વિલંબ અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.જો કોઈ કિસ્સામાં નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે તો લાગુ નિયમો અનુસાર જરૂૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાની રહેશે.
કેટલાક કિસ્સાઓમાં વ્યવહારુ કારણોસર હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ કરવો શક્ય ન પણ બને. ઉદાહરણ તરીકે; રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો, સેવા સંબંધિત જરૂૂરી માહિતીનો અભાવ અથવા ચુકાદા અનુસાર નિર્ણય લેવાની પ્રક્રિયા પડતર હોવી. આવી પરિસ્થિતિમાં સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં Miscellaneous Civil Application for Time Extension દાખલ કરીને વધારાનો સમય માંગવાની કાર્યવાહી કરવાની રહેશે. મહત્વપૂર્ણ રીતે વધારાના સમય માટેની આ અરજી હાઈકોર્ટ દ્વારા મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ દાખલ કરવાની રહેશે. તેને અંતિમ સમય સુધી પડતર રાખવાને બદલે સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
