વડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલા

અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ વિસ્તારમાં એક વિફરેલી સિંહણે એક પછી એક પાંચ લોકો પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂમાં ગયેલા વનરક્ષકને પણ લોહીલુહાણ કર્યા હતા. 1…

અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ વિસ્તારમાં એક વિફરેલી સિંહણે એક પછી એક પાંચ લોકો પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂમાં ગયેલા વનરક્ષકને પણ લોહીલુહાણ કર્યા હતા.

1 ઓક્ટોબરની મધરાતે આશરે 12 વાગ્યે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અરજણસુખ ગામના પાંચેમમાં પ્રસંગ પતાવી બાઇક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ ગામ અને અરજણસુખ પાટિયા વચ્ચેના રસ્તે સિંહણે અચાનક હુમલો કરતાં બાઇક નીચે પડી ગઈ.

એકને હાથે અને બીજાને પગે ઈજા થઈ. 108થી બંનેને હોસ્પિટલ ખસેડાયા. સારવાર બાદ તેમને રજા આપી દેવાઈ છે.મોડીરાતની ઘટના પછી અરજણસુખની સીમમાં સિંહણે વધુ લોકો પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત અતુલભાઈ પોકલે કહ્યું કે વાડીએ કામ કરતા હતા ત્યારે સિંહણ કપાસમાંથી દોડીને આવી અને માથાના ભાગે ગંભીર ઈજા કરી. હોસ્પિટલે પહોંચ્યા ત્યારે જાણ થઈ કે તેઓ ચોથા ભોગ બનનાર છે અને પહેલાં ત્રણ પર પણ એ જ સિંહણે હુમલો કર્યો હતો. તેમણે સિંહણને જોઈ હતી. ખેડૂતના મોબાઇલમાં હુમલાખોર સિંહણનો વીડિયો કેદ થયો છે.

સરપંચ કાળુભાઈએ જણાવ્યું કે રાતથી સવારના 10 વાગ્યા સુધી તોરીના બે દરબાર તથા હરિભાઈ શંભુભાઈ વસોયા અને અતુલભાઈ પોકલની વાડીએ મળી ચાર ખેડૂતો પર હુમલો થયો. તમામને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. છેલ્લાં 3-4 વર્ષથી વિસ્તારમાં વન્યપ્રાણીઓનો ત્રાસ વધ્યો છે. ખેતીની મોસમ ચાલુ હોવા છતાં મજૂરો ખેતર છોડી ગામ તરફ ભાગી રહ્યા છે.રેસ્ક્યૂમાં ગયેલા વનરક્ષકને પણ સિંહણે લોહીલુહાણ કર્યા. અન્ય અહેવાલોમાં આ પાંચમા ભોગ બનનાર તરીકે ગાર્ડ અનિરુદ્ધ વાળાનું નામ આવ્યું છે. એસીએફ રાજન જાદવની આગેવાની હેઠળની ટીમ રાતથી સ્થળે હતી. સગડ મળ્યા બાદ ડોક્ટરોની ટીમ સાથે રેસ્ક્યૂ ચાલુ રહ્યું. અંતે બપોરે સિંહણ પાંજરે પુરાઇ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *