એસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાત

18 અબજ ડોલરનું રોકાણ: વ્હાઇટ હાઉસ ખાતે ઉદ્યોગપતિની હાજરીમાં જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય કંપની એસ્સાર ગ્રુપ તેની અમેરિકન…

18 અબજ ડોલરનું રોકાણ: વ્હાઇટ હાઉસ ખાતે ઉદ્યોગપતિની હાજરીમાં જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય કંપની એસ્સાર ગ્રુપ તેની અમેરિકન પેટાકંપની ’મેસાબી મેટાલિક્સ’ દ્વારા આયોવામાં એક મોટા સ્ટીલ પ્લાન્ટમાં અંદાજે 18 અબજ ડોલર (₹1,72,800 કરોડ)નું રોકાણ કરશે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક રવિ રૂઇયા અને મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રૂૂઇયાની હાજરીમાં આ જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું, “આજે અમને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે. તે વિશ્વના સૌથી મોટા પ્લાન્ટ્સમાંનો એક છે, પરંતુ તે અમેરિકાનો સૌથી મોટો પ્લાન્ટ હશે.”

એકવાર સંપૂર્ણપણે કાર્યરત થયા પછી, આ પ્લાન્ટ વાર્ષિક 10 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે અને 2030માં ઉત્પાદન શરૂૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી બાંધકામ દરમિયાન હજારો નોકરીઓ અને સ્ટીલ તથા ખાણકામની કામગીરીમાં અંદાજે 2,000 કાયમી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *