સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ એવા કરદાતાઓ માટે આકારણી વર્ષ(Assessment Year) 202627 ના આવકવેરા રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ લંબાવી છે, જેમણે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવું ફરજિયાત છે.
નાણાં મંત્રાલય દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, 31 ઓક્ટોબરની મૂળ અંતિમ તારીખ લંબાવીને 21 નવેમ્બર કરવામાં આવી છે. CBDT એ સંબંધિત કરદાતાઓ માટે ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ પણ લંબાવી છે. ઓડિટ રિપોર્ટ સબમિટ કરવા માટે અગાઉ 30 સપ્ટેમ્બર, 2026 નક્કી કરાયેલી તારીખ હવે લંબાવીને 21 ઓક્ટોબર કરવામાં આવી છે.
આ સમયમર્યાદામાં વધારો નોટિફિકેશનમાં નિર્દિષ્ટ કર્યા મુજબ, આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(1) ના ’સ્પષ્ટીકરણ 2’ (Explanation 2) હેઠળ આવતા વ્યક્તિઓને લાગુ પડે છે. CBDT એ જણાવ્યું હતું કે સમયમર્યાદા લંબાવવા અંગેનો સત્તાવાર આદેશ/નોટિફિકેશન અલગથી બહાર પાડવામાં આવશે.
