શહેરમાં આજીડેમ પાસે આવેલા યુવરાજનગરમાં રાત્રીના સમયે લાકડાના ડેલામાં ચોરીના ઇરાદે એક શખ્સ ધુસ્યો હતો. જે દરમિયાન વૃધ્ધે તુ અહીં શુ કરવા આવ્યો છો તેવુ કહેતા અજાણયા શખ્સે હુમલો કર્યો હતો. વૃધ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુવારાજનગરમાં રહેતા અને ઘરે જ લાકડાનો ડેલો ઘરાવતા ગીરધરભાઇ સીદીભાઇ વાઘેલા (ઉ.વ.75) રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે અજાણયો શખ્સ ચોરીના ઇરાદે ડેલામાં ઘુસ્યો હતો. વૃધ્ધે તુ અહીં શુ કરવા આવ્યો છો તેવુ પૂછતા અજાણયા શખ્સે ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જૂદા જૂદા ચાર સ્થળે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેમાં મોચીનગરમાં રહેતા નિવૃત એએસઆઇના પુત્ર સફરાજ મુસ્તુફાખાન પઠાણ (ઉ.વ.42) મોચી બજારમાં પોતાના બાઇકનું ટાયર બદલવા ગયો હતો ત્યારે સ્કૂટરમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ચુનારાવાડ ચોકમાં રહેતો ધર્મેશ ભીખાભાઇ મકવાણા રવિવારી બજારના ગ્રાઉન્ડમાં હતો ત્યારે અશલા સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. કેવડાવાડીમાં રિક્ષા પાર્ક કરવા મુદ્દે જતીન રમેશભાઇ પરમાર (ઉ.વ.24)ને અજાણયા શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો. જ્યારે સાધુ વાસવાણી રોડ પર અંજના પાર્કમાં મનથન મનોહરભાઇ સોનાગ્રા (ઉ.વ.36) સાથે મહીપત અને આશીષે ઝઘડો કરી છરી પાઇપ વડે માર માર્યો હતો. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
