કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકો

ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ…

ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ દોંગાની ઓફિસમાં ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે કબજે કરેલ થોકબંધ સાહિત્યની તપાસ શરૂૂ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અલ્પેશ દોંગા અણી ટોળકીએ 126 વીઘા જમીન પર કબજો કરી લીધાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન 24 દસ્તાવેજ વેરીફાઈ થયા છે. કૌભાંડની તપાસ કરવા સીટની રચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા સેવાઇ રહી છે.

સરપદડના ખેડૂતે અલ્પેશ દોંગા અને તેના ખાસ ગણાતા અક્ષિત અકબરી સહિતનાઓ સામે રૂૂપિયા 1.07 કરોડ પડાવી લીધાની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલે રૂૂરલ પોલીસે અલ્પેશ દોંગા અણી ટોળકી દ્વારા ખેડૂતોને લોનના નામે ફસાવી તેમની જમીન પડાવી લેવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને અલ્પેશ દોંગાની 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ઓફિસમાં દરોડો પાડતા આ ઓફિસ તેમજ અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો પણ ખુલાસો થયો હતો.

પ્રાથમિક તપાસમાં અલ્પેશ દોંગા અને તેના સાથીદારોએ મળી રાજ્યભરના ખેડૂતોને લોનના નામે ફસાવી તેમની જમીન પડાવી લીધી હોવાની વિગતો સામે આવી હતી. જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને કારસ્તાન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ સીટની રચના કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં અલ્પેશ દોંગા અને તેના ખાસ ગણાતા અક્ષિત અકબરીની ઓફિસમાંથી મળેલ દસ્તાવેજમાં અલગ અલગ ખેડૂતોના 24 દસ્તાવેજ વેરીફાઈ થયા છે જેમાં આ ટોળકીએ 126 વીઘા જમીન પર કબજો કરી લીધાનું પણ સામે આવ્યું છે. કોલ સેન્ટરમાંથી કબજે કરાયેલા ચોપડામાંથી 4600 નંબર મળ્યા છે. ઓફિસમાંથી મળી આવેલા સંખ્યાબંધ ખેડૂતોના સાટાખતની ખરાઈ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરી પાસેથી વિગતો મંગાવવામાં આવી છે .અલ્પેશની રિમાન્ડ અરજી નીચેની કોર્ટમાં રદ થતાં કોલ સેન્ટર અંગે તપાસ કરવા અંગેના મુદ્દા સાથે આ બાબતે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવશે. જ્યારે કૌભાંડમાં સામેલ અક્ષિતને ઝડપી લેવા શોધખોળ શરૂૂ કરી છે.

આ ઉપરાંત પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, લોનના નામે ખેડૂતોની જમીન પચાવી પાડવાના કારસ્તાનના સૂત્રધાર અલ્પેશ દોંગા પાસેથી કેટલાક ફાયનાન્સરોએ સસ્તાભાવે જમીન ખરીદી લીધાની વિગતો સામે આવી રહી છે. જે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. સચોટ માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા કૌભાંડી પાસેથી જમીન ખરીદનાર ફાયનાન્સર સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

150થી વધુ ખેડુતોને નિશાન ભોગ બન્યાની આશંકા
અલ્પેશ દોંગા સામે હાલ સુધીમાં જીપીઆઇડી એકટ સહિતની ગંભીર કલમો હેઠળ અલગ અલગ પોલીસ મથકમાં 14 જેટલા ગુના દાખલ થયા છે. ત્યારે રૂૂરલ પોલીસની સાથે શહેર ક્રાઇમ ડિસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ સી.બી.જાડેજા અને ટીમે પણ તપાસમાં ઝંપાલવ્યું છે. અલ્પેશની ઓફિસેથી મેળવેલ દસ્તાવેજ અને ગુનાના આધારે તપાસ કરતાં બે ખેડૂતના દસ્તાવેજ વેરીફાઈ થયાં છે. આ ઉપરાંત અન્ય સાટાખત અને 7/12 ના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે વિગત મંગાવામાં આવી છે. જેમાં હાલ સુધીમાં 150 થી વધુ ખેડૂતો ભોગ બન્યાની આશંકા છે. ઉપરાંત ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી અંગે પણ સજ્જડ પુરાવા સાથે ગુના દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *