ધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયા

ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર બોલેરો કારમાંથી 2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ…

ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર બોલેરો કારમાંથી 2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ કુલ રૂૂ.4.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે, ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડની સાઈડમાં જી.જે.-02-બી.ડી.-5655 નંબરની વર્ના કારમાં કેટલાક શખ્સો ગાંજા સાથે બેઠા છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે ચેકિંગ શરૂૂ કર્યું હતું. એક બોલેરો ગાડી જી.જે.-18-જી.બી.-6687 રોકી તેમાં સવાર શખ્સોની પૂછપરછ તથા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંજો મળી આવતાં પોલીસ દ્વારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે પકડેલા આરોપીઓમાં જયદીપગર દયાગર અપારનાથી, ઉંમર 27 વર્ષ, (રહે. રોજીવાડા, તા. પોરબંદર) જયેશભાઈ રામાભાઈ કરાવદરા, ઉંમર 20 વર્ષ, (રહે. રોજીવાડા, તા. પોરબંદર) તથા અન્ય એક ત્રીજા આરોપીની સંડોવણી સામે આવી છે.

પોલીસની તપાસ દરમિયાન મળી આવેલો ગાંજો અલગથી કાઢી તેનું વજન કરવામાં આવ્યું હતું. ગાંજાનું કુલ વજન 2 કિલો થયું હતું, જેની કિંમત આશરે રૂૂ.1,00,000 ગણવામાં આવી છે. ગાંજા ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂૂ.34,000 દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી વર્ના કારની કિંમત રૂૂ.3 લાખ ગણવામાં આવી છે. આમ, ગાંજા, બે મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂૂ.4,34,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બન્ને આરોપીઓને કબજામાં લઈ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો તથા સમગ્ર નશીલા પદાર્થના નેટવર્ક અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. ઉપરાંત પોરબંદરના એક ત્રીજા શખ્સની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *