રાજકોટમાં પણ ગાંધીજયંતિએ No UPI Dayનું વેપારી સંગઠનોનું એલાન

  આગામી તા.2 ઓકટોબરને ગાંધીજયંતિના દિવસે દેશભરમાં વેપારીઓ દ્વારા નો-યુપીઆઇ ડે ઉજવવાની જાહેરાત કરી છે. તેને રાજકોટના વિવિધ વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરી તા.2 ઓકટોબરે…

 

આગામી તા.2 ઓકટોબરને ગાંધીજયંતિના દિવસે દેશભરમાં વેપારીઓ દ્વારા નો-યુપીઆઇ ડે ઉજવવાની જાહેરાત કરી છે. તેને રાજકોટના વિવિધ વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરી તા.2 ઓકટોબરે નો-યુપીઆઇ ડે ઉજવવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા યુ.પી.આઇ પેમેન્ટ ઉપર લાદવામાં આવેલા એમ.ડી.આર.ના વિરોધમાં વેપારીઓએ ગાંધીજયંતિના દિવસથી લડત શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસો. દ્વારા બીજી ઓકટોબરે નો યુપીઆઇ ડેનું એલાન આપવામાં આવ્યુ છે અને આ દિવસે શહેરના નાના-મોટા તમામ વેપારીઓને યુપીઆઇનો ઉપયોગ કરવાના બદલે રોકડ વ્યવહાર જ કરવા અપીલ કરવામાં આવી છે.

વેપારીઓનુ કહેવુ છે કે, રાજકોટમાં લારી-ગલ્લા-પાથરણાવાળાથી માંડી હોલસેલ વેપાર કરતા 80 ટકા વેપારીઓ દ્વારા યુ.પી.આઇ.થી જ વ્યવહારો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક જાહેર કરવામાં આવેલા ચાર્જના કારણે વેપારીઓમાં ભારે મુંજવણ અને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.
યુ.પી.આઇ. વ્યવાહારો ઉ5ર ચાર્જ લાદવાનો દેશભરના વેપારીઓમાં વિરોધ ઉઠી રહ્યો છે અને ધીરે ધરીે આ વિરોધ હવે આંદોલનનું સ્વરૂપ પકડી રહ્યો છે. આગામી તા.15 ઓકટોબરથી નવા ચાર્જ અમલમાં આવે તે પહેલા આંદોલનના મંડાણ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *