ટ્રાફિક પોલીસે કરેલું કારનું લોક 12 સેક્ધડમાં તોડ્યું, વીડિયોના આધારે ચાલકને શોધી દંડ ફટકાર્યો

શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓમાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાજકોટના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ…

શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓમાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાજકોટના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં મૂકેલી કારનું 12 સેક્ધડમાં લોક તોડવું કાર ચાલકને ભારે પડ્યું હતું. લોક તોડી નાખવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ કાર ચાલકને શોધી તેમની પાસેથી નો પાર્કિંગ અંગે દંડ વસુલવામાં આવ્યો હતો આ ઉપરાંત લોકને તોડી દેવા બદલ નુકશાની અંગે વધુ ચાર્જ મળી કુલ રૂૂ.2450 વસૂલવામાં આવ્યા હતા.તેમજ આ કૃત્ય બદલ તેની પાસે માફી પણ મંગાવી હતી.
મળતી વિગતો અનુસાર, યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની કોમ્પ્લેક્ષ પાસે એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે-32-એજી -1950 નો-પાર્કિંગમાં પાર્ક કરેલી હતી.

ટ્રાફિક નિયમભંગ બદલ પોલીસ દ્વારા આ કારના વ્હીલમાં લોક લગાવી દેવામાં આવ્યું હતું. કાર માલિક પરત આવ્યા બાદ કાર લોક થયેલી જોઈને ગુસ્સામાં કે ઉતાવળમાં માત્ર 12 સેક્ધડની અંદર જ લોકને એક તરફથી જોરથી ખેંચીને તોડી નાખ્યું હતું. ત્યારબાદ આ તોડેલું લોક ફૂટપાથ પર મૂકીને તે ત્યાંથી નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકોટ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કરી કારના નંબર પરથી તેના ચાલકની ઓળખ મેળવી હતી. ટ્રાફિક પોલીસની તપાસમાં આ કારચાલક રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે કારચાલક રાજુભાઈની અટકાયત કરી નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા બદલ રૂૂપિયા 1,000નો દંડ અને સરકારી મિલકત એટલે કે ટ્રાફિક લોકને નુકસાન પહોંચાડવા બદલ રૂૂપિયા 1,450નો વધારાનો ચાર્જ મળીને કુલ રૂૂપિયા 2,450નો દંડ વસૂલ કર્યો હતો. આ ઉપરાંત, કાયદાનું અનાદર કરવા અને આ પ્રકારનું ગેરવર્તન કરવા બદલ પોલીસે કારચાલક પાસે આ કૃત્ય માટે માફી પણ મંગાવી હતી. પોલીસની આ સખત કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા વાહનચાલકોમાં કડક સંદેશ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *