જુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહત

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટિશના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને…

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટિશના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને જુવેનાઇલ ડાયાબિટિશના 12000 જેટલા ઇંજેકશનોનો જથ્થો ફાળવાતા જુવેનાઇલ ડાયાબિટિશથી પીડાતા બાળકોને મોટી રાહત થઇ છે. જો કે, હજૂ પણ બાળકો માટે અત્યંત જરૂરી એવી કેલ્સર નામની ગોળીની તંગી છે ત્યારે સરકાર આ ગોળી પણ તાકીદે ફાળવી ડાયાબિટિશથી પીડિત બાળકોના આશિર્વાદ મેળવે તેવી માંગણી ઉઠવા પામી છે.

સિવિલ હોસ્પિટલના સુત્રોના કહેવા મુજબ રાજ્ય સરકાર દ્વારા જુવેનાઇલ ડાયાબિટિશ વાળા બાળકો માટે ખુબ જ ઉપયોગી એવા ડેસ્ફારેલ ઇંજેકશનનો 12 હજાર નંગ જથ્થો ગતરાત્રે હોસ્પિટલને મળી ગયેલ છે. ઇંજેકશનનો જથ્થો આવી જતાં આજે સવારથી જ જરૂરીયાતમંદ બાળકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.

જો કે, જુવેનાઇલ ડાયાબિટિશથી પીડિત બાળકો માટે ઇંજેકશન સાથે અત્યંત ઉપયોગી એવી ડેફ્રિજેટ-500 ગોળીનો જથ્થો હજૂ રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયો નથી. દરેક પીડિત બાળકને દરરોજ 4 થી 5 ગોળીની જરૂરીયાત રહે છે પરંતુ સરકાર દ્વારા નહીં ફાળવાતા આ ગોળી બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે.

જુવેનાઇલ ડાયાબિટિશ પીડિત બાળકોના વાલીઓનુ કહેવુ છે કે, ડેફ્રિજેટ-500 ગોળી રાજકોટ સિવાય જામનગર, અમદાવાદ સહિત તમામ સરકારી હોસ્પિટલોમાં મળે છે. આ સિવાય ખુલ્લા બજારમાં પણ આ દવા જોઇએ તેટલી મળે છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલનું તંત્ર જ ગોળી મંગાવતુ નથી જેનો ભોગ બાળકો બની રહ્યા છે.

ડેફ્રિજેટ-500 ગોળી પણ તાત્કાલિક ફાળવવા માંગણી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જુવેનાઇલ ડાયાબિટિશ પીડિત બાળકોને છેલ્લા દોઢ-બે વર્ષથી ડેસ્ફારેલ ઇંજેકશન મળતા ન હોવાથી વાલીઓ અવાર નવાર રજૂઆતો કરી આંદોલનાત્મક કાર્યક્રમો આપતા હતા આ લડતના અંતે સરકારે ઇંજકેશનની ફાળવણીતો કરી છે પરંતુ બાળકો માટે અત્યંત જરૂરી ડેફ્રિજેટ-500 ગોળી હજૂ સુધી નહીં ફાળવતા બાળકો અને વાલીઓ નિરાશ થયા છે. ત્યારે સરકાર વહેલી તકે આ ગોળીની પણ ફાળવણી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *