હિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતુ…

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતુ દંપતિ બાઇક લઇને લૌક્કિ ક્રિયામાં જતું હતું ત્યારે આરટીઓ કચેરી પાસે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક ચાલકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માલધારી સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઇ વેલાભાઇ હળવદીયા (ઉ.વ.62) અને તેમના પત્ની બાઇક લઇને આરટીઓ કચેરી પાસેથી પ્રસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણયા રીક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યુ હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રેમજીભાઇ હળવદીયાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક પ્રેમજીભાઇ હળવદીયા ચાર ભાઇ એક બહેનમાં વચેટ હતા અને સંતકબીર રોડ પર કાપડની દુકાન ઘરાવતા હતા. દંપતિ લૌક્કિ ક્રિયામાં જતું હતું ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસ ચોકીએ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *